ભારત-પાક ચર્ચા માટે કાશ્મીર મુદ્દો પૂર્વ શરત ન હોવો જોઈએઃ હેમન્ડ

ઈસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત માટે કાશ્મીરનો મુદ્દો શરત તરીકે હોવો જોઈએ નહીં. એવું બ્રિટનના વિદેશ સચિવ ફિલિપ હેમન્ડે જણાવ્યું છે. ફિલિપ હેમન્ડે પાકિસ્તાનને ૨ જાન્યુઆરીના પઠાણકોટ હુમલાની સઘન તપાસ ઝડપી બનાવવા જણાવ્યું છે અને પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી જૂથને આ માટે જવાબદાર ગણાવ્યું છે.

ફિલિપ હેમન્ડે પાકિસ્તાનના વડા પ્રધાનના વિદેશ બાબતોના સલાહકાર સરતાજ અઝિઝને જણાવ્યું હતું કે વાટાઘાટો શરૂ કરવા માટે કાશ્મીરનો મુદ્દો સમાધાનની પૂર્વ શરત હોવો જોઈએ નહીં. બ્રિટનના વિદેશ સચિવ એક િદવસના પ્રવાસે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંનેને આતંકી સંગઠનો અને અન્ય દબાણ જૂથોને વાટાઘાટ પ્રક્રિયા પાટા પરથી ઉતારવાની મંજૂરી નથી.

ફિલિપ હેમન્ડે વધુમાં જણાવ્યું હતું કે પઠાણકોટ આતંકી હુમલામાં પાકિસ્તાને તપાસ ઝડપી બનાવવી જોઈએ અને અમને આશા છે કે આ તપાસને આગળ વધારવામાં આવશે. સરતાઝ અઝિઝે જણાવ્યું હતું કે સંયુક્ત તપાસ ટીમ પઠાણકોટ હુમલાની તપાસ પૂરી કરવાના આરે છે અને આગામી કેટલાક િદવસોમાં આ ટીમ ભારતની પણ મુલાકાત લેશે. સરતાઝ અઝિઝે ફિલિપ હેમન્ડને જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની વાટાઘાટો માટે કોઈ પૂર્વ શરત નથી.

You might also like