કાશ્મીર: મંજૂરી મળી, તેમ છતાં છાપા ના છપાયાં

શ્રીનગર: કાશ્મીર ઘાટીમાં બુધવારે કર્ફ્યૂનો 12મો દિવસ છે. જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ હજુ તણાવપૂર્વક છે. સુરક્ષા દળો, પોલીસ અને સ્થાનીક લોકો વચ્ચેની ઘટના હજુ ઓછી થઇ રહી નથી. તો બીજી બાજુ પોતાનો જીવ ગુમાવનાર સામાન્ય નાગરિકોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે.

ત્રણ દિવસ પહેલા ઘાટીમાં મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધમાં પ્રદેશ સરકાર દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં ન આવતા નારાજ ઘાટીના સમાચાર પત્રો અને માલિકો અને સંપાદકોએ ન્યૂઝપેપર છાપવા માટે ના પાડી દીધી હતી. સોમવારે રાતે મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સ્પષ્ટ કર્યું હતું કે છાપું છાપવા પર કોઇ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર છાપાના હોકર્સ આરોપ લાગ્યો છે કે શ્રીનગરમાં પોલીસ તેમને છાપા વહેંચવા દેતા નથી. પાકિસ્તાન દ્વારા હિઝબુલ મુઝાહિદીનના કમાન્ડર બુરહાન વાનીના મોતના વિરોધમાં બુધવારે બ્લેક ડે મનાવવામાં આવી રહ્યો છે. તેના કારણે ઘાટીમાં સુરક્ષા વધારવામાં આવી

અત્યાર સુધી પોલીસ અને સુરક્ષા દળની સાથે હિંસક લડાઇમાં ઓછામાં ઓછા 43 લોકો મૃત્યુ પામ્યા હોવાના સમાચાર મળ્યા છે, 3000થી પણ વધારે ઘાયલ થયા છે. સેના વારંવાર લોકોને શાંતિની અપીલ કરવાનું કહી રહી છે. સેનાએ અપીલ કરી છે કે સેનાના વાહનો અને રહેણાંક પર હુમલા કરશો નહીં.

You might also like