અપહરણ કરાયેલા આર્મી ઓફિસરનો મૃતદેહ મળી આવ્યો, શરીર પર ગોળીઓના નિશાન

જમ્મુ-કશ્મીરઃ કાશ્મીરના શોપિયામાં બુધવારે સવારે એક આર્મી ઓફિસરનો મૃતદેહ મળી આવ્યો છે. લેફ્ટેનન ઉમર ફયાઝ પૈરીએ મંગળવારે રાત્રે આતંકવાદીઓ દ્વારા કિડનેપ કરવામાં આવ્યો છે.  ત્યાર બાદ શોપિયાં જિલ્લાની હરમેન ચોકીથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઉમર ફયાઝના શરીર પર ગોળીના નિશાન હતા. ઉમર ફયાઝ પૈરી શોપિયાંનો રહેવાસી હતો. તેઓ આર્મીમાં ડોક્ટર હતા. તેમનું તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું.

1 મેના રોજ જમ્મુના મેઢર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના બે જવાન શહિદ થયા હતા. ત્યાર બાદ ભારતિય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. હાલમાં જ બોર્ડર પર હુમલો કરવા ઉપરાંત બપોરે જમ્મુ કશ્મિરના કુલગામ જિલ્લામાં આતંકવાદિયોએ એક બેંક વેન પર પણ હુમલો કર્યો હતો અને પાંચ પોલિસકર્મીઓ તેમજ બેંકકર્મીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના કુલગામના પોમબઇ ગામની હતી. જ્યારે અજ્ઞાત સંખ્યામાં આતંકવાદિઓએ જમ્મુ તેમજ કશ્મીર બેંકની કેશ વેનને નિશાન બનાવી હતી.

છેલ્લાં કેટલાય સમયથી કાશ્મીરના ઘાટીમાં પરિસ્થિતિ બગડી રહી છે. હાલમાં જ ઘાટીમાં પોલીસ અને સેના વચ્ચે હુમલામાં આર્મીએ એક મોટુ અભિયાન છેડ્યું છે. આ દરમ્યાન સુરક્ષાદળ ઘરે ઘરે જઇને આતંકવાદિઓની તલાશ કરી રહ્યાં છે. આ દરમ્યાન આર્મીએ 20 ગામડાઓને ઘેર્યા છે.

http://sambhaavnews.com/

You might also like