બૂઢા અમરનાથા યાત્રા પર આતંકવાદી હુમલો, 15થી વધુ ઘાયલ

પૂંછ: કાશ્મીરમાં બૂઢા અમરનાથની યાત્રા પર જઇ રહેલા લોકોની બસ પર હુમલો થયો. આ હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. તેમાંથી મોટાભાગના શ્રદ્ધાળુ હતા જે બૂઢા અમરનાથના દર્શન માટે જઇ રહ્યા હતા. બૂઢા અમરનાથ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં આવે છે. હુમલો આ માર્ગમાં શનિવારે (13 ઓગસ્ટ) રાત્રે 8 વાગ્યાની આસપાસ થયો. હાલમાં એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે હુમલો કઇ વસ્તુ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ માનવામાં આવી રહ્યું અછે કે બસ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. બસ તે સમયે બસ સ્ટેન્ડ પર ઉભી હતી. આ લોકો તે રાત્રે જમ્મૂથી ત્યાં પહોંચ્યા હતા. અને બીજા દિવસે સવારે બૂઢા અમરનાથ માટે પોતાની યાત્રા શરૂ કરવાના હતા.

પોલીસે બ્લાસ્ટ પાછળ બે લોકો પર શંકા હતી. બંનેને પકડી લેવામાં આવ્યા છે. તેમાંથી એકનું નામ ગુલામ અબ્બાસ છે અને બીજાનું નામ લિયાકત અલી. બંને એક ટાટા સૂમો ગાડી વડે ત્યાંથી નિકળીને જઇ રહ્યાં હતા જ્યાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ પણ તે સમયે થયો હતો જ્યારે તેમની ગાડી ત્યાંથી નિકળી ગઇ. ગત અઠવાડિયે બોર્ડરવાળા વિસ્તારમાં કેટલાક પોસ્ટર પણ લાગેલા મળ્યા હતા. તેમના પર હિંદુ લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ કાશ્મીર પંડિતો અને આરએસએસના લોકોને કાશ્મીર છોડીને જવા માટે કહેવામાં આવ્યું હતું. આ બ્લાસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે નિવેદન બાદ થયો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે કાશ્મીરની સાથે-સાથે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પણ ભારતનો ભાગ છે.

હાલ તેમના વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખતાં ટાઇટ સિક્યોરિટીની વચ્ચે આ પ્રકારનો બ્લાસ્ટ કેવી રીતે પ્લાન કરવામાં આવ્યો તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. તો બીજી તરફ કાશ્મીર હિજબુલ મુજાહિદ્દીનના કમાંડર બુરહાન વાનીના એન્કાઉટર બાદથી પરિસ્થિતિ વણસી ગયેલી છે. ત્યાં કરફ્યૂ લગાવ્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે.

You might also like