કાશીના જ્યોતિષીઓનો દાવોઃ એપ્રિલ-જૂનમાં તબાહીના સંકેત

કાશી: કાશીના જ્યોતિષીઓએ જ્યોતિષી ગણનામાં ગ્રહોને આધારે દાવો કર્યો છે કે ર૦ એપ્રિલથી ર૬ જૂન વચ્ચે આકાશ મંડળમાં કેટલીક અશુભ ખગોળીય ઘટનાઓ જોવા મળશે. આ સમય ગાળામાં ગ્રહોની ચાલ કંઇક વિશેષ હશે. આ સમય ગાળામાં મંગળ અને શનિ બંને ગ્રહો વક્રી બનશે. જ્યોતિષીઓઅે ર૦ એપ્રિલથી ર૬ જૂન વચ્ચે ભારત સહિત પશ્ચિમના દેશોમાં પ્રાકૃતિક આફતો, ભૂકંપ, મહામારી, સુનામી, કુદરતી આફતો, દૈવી આફતો, વિશ્વ યુદ્ધ, વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થવાની શંકા વ્યકત કરી છે.

જ્યોતિષાચાર્ય પં.ઋષિ દ્વિવેદીનું કહેવું કે જ્યારે ધન, મીન, વૃષભ અને વૃ‌શ્ચિક રાશિના હોવા છતાં મંગળ અને શનિ વક્રી બને છે તો ધરતી પર મનુષ્ય, ગાય, ઘોડા અને હાથીને ભારે નુકસાન પહોંચે છે. ર૦ એપ્રિલથી ર૬ જૂન ર૦૧૬ની વચ્ચે ગુરુ ચાંડાલ યોગ બની રહ્યો છે.

આ ખૂબ જ અનિષ્ટકારી ઘટના છે. આવો યોગ હજારો વર્ષો બાદ બનતો હોય છે. તેની અસર ભારત સહિત સમગ્ર દુનિયામાં જોવા મળી શકે છે. જ્યોતિષી ગણનાના આધારે તેમનો દાવો છે કે ર૦ એપ્રિલથી ર૬ જૂન વચ્ચે ગ્રહોનો જે દુર્યોગ બને છે તે ખૂબ જ અશુભ છે. આ સમય ગાળામાં બ્રહ્માંડમાં ગુરુ ચાંડાલ યોગ પણ બનશે. ર૧ ફેબ્રુઆરીથી ર૮ જુલાઇ સુધી આકાશ મંડળમાં ગુરુ ચાંડાલ યોગ છે.

You might also like