કાસગંજ : ચંદન ગુપ્તાની હત્યાના મુખ્ય આરોપી સલીમની ધરપકડ

કાસગંજ : ગણતંત્ર દિવસ પર કાસગંજમાં થયેલી હિંસામાં ચંદન ગુપ્તાના મોતના મામલે મુખ્ય આરોપી સલીમની યુપી પોલીસે ધરપકડ કરી છે. કાસગંજ મામલે પોલીસની આ સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે.

ચંદન ગુપ્તાની હત્યામાં સલીમ વર્કી સહિત તેના બે ભાઇઓ નસીમ અને વસીમ પણ આરોપી બનાવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસારા સલીમના ઘરમાંથી જ ચંદન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

કાસગંજ હિંસા અને ચંદનની હત્યાના મુખ્ય આરોપીમાંના બરકત ઉલ્લાના પુત્ર સલીમ જાવેદની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે પુછપરછના આધારે પોલીસે અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ગણતંત્ર દિવસ પર કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન હિંસામાં સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા શૂટર વસીમ જાવેદનું નામ સામે આવ્યું છે. તેનો સમાજવાદી પાર્ટીના શાસનકાળમાં ઘણો પ્રભાવ હતો.

You might also like