કસોટી જિંદગી કી 2: અનુરાગ સાથે બદલો લેશે પ્રેરણા, જોવા મળશે નવું ટ્વિસ્ટ

પોપ્યુલર ટીવી શ્રેણી કસોટી જીંદગી કીમાં આ દિવસોમાં જબરજસ્ત ડ્રામ જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં કહાનીમાં જબરજસ્ત ટ્વીસ્ટ જોવા મળશે. એક જાવો મળેલ નવા પ્રોમોમાં પ્રેરણા, અનુરાગના ઘરમાં રહેવા તેમજ તેને બરબાદ કરવાનો પ્લાન બનાવી રહી છે.

આ શોમાં હમણા છેલ્લા દિવસોથી કોમોલિકાની એન્ટ્રી હતી. કમોલિકાએ પ્રેરણા અને અનુરાગ વચ્ચેનો સંબંધ તોડી પોતે લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો. આ અંગે જ્યારે પ્રેરણાને ખબર પડે છે ત્યારે તો તે પહેલા અનુરાગને મનાવે છે.

પરંતુ ત્યાર બાદ તેની સાથે બદલો લેવાનો પ્લાન બનાવે છે. જો કે અનુરાગ આ બધુ કોમોલિકાની કોઇ ડીલમાં ફસાઇ જવાના કારણે કરી રહ્યો છે. આ અંગે હજી સુધી કોઇને ખબર નથી.

You might also like