કરવા ચોથની સરગી

સામગ્રી:

250 ગ્રામ સેવઇ

50 ગ્રામ ઘી

1 લીટર ફુલક્રીમ દૂધ

200 ગ્રામ ખાંડ, ગોળ

1 2 ઇલાયચી

4 5 કેસર

2 મોટા ચમચાં સૂકો મેવો

બનાવવાની રીત: એક પેનમાં ઘી નાંખીને મધ્યમ તાપ પર ગરમ કરો. જ્યારે ઘી પીગળી જાય તો એમાં સેવઇ નાંખીને થોડી ગોલ્ડમન ના થાય ત્યાં સુધી શેકો. ચમચાથી હલાવતા રહો જેથી એક સરખું થઇ જાય. પછી એમાં દૂધ અને ઇલાયચી નાંખીને ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. જેવો એમાં ઉભરો આવી જાય ગેસ ધીરો કરી દો. 10 15 મિનીટ સુદી એને પકાવો. એટલી વખતમાં સેવઇ સારી રીતે ફૂલી જશે અને દૂધ પણ ચૂસી લેશે. ગેસ બંધ કરી દો અને સેવઇયા ખીરને માવા અને કેસરથી ગાર્નિસ કરી દો. તમે ઇચ્છે તો એને ગરમ અથવા ઠંડું પીરસી શકો છો.

You might also like