કરૂણે ફટકારી ત્રેવડી સદી : ભારતના ટેસ્ટ ઇતિહાસનો સર્વોચ્ચ સ્કોર

ચેન્નાઇ : ભારત અને ઇંગલેન્ડની વચ્ચે રમાઇ રહેલ 5મી ટેસ્ટ મેચમાં યુવા બેટ્સમેન કરૂણ નાયરે ત્રેવડી સદી ફટકારી હતી. પોતાનાં ટેસ્ટ કેરિયરની ત્રીજી ટેસ્ટ મેચ રમી રહેલ રાહુલે પોતાનાં પહેલા જ શતકને ત્રેવડી સદીમાં પરિવર્તીત કરી હતી. એવું કરનાર તે પ્રથમ ભારતીય બન્યા હતા. જેમના તે પોતાની પહેલી સદી ને ત્રેવડી સદી બનાવી હોય. ઉપરાંત તે ભારતનાં બીજા એવા બેટ્સમેન બન્યા જેણે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડુ શતક ફટકાર્યું છે.

કરૂણ ત્રેવડી સદી ફટકારતાની સાથે જ ભારતે પોતાનાં દાવમાં 759/7 પર દાવ ડિક્લેર કર્યો હતો. કરૂણની ત્રેવડી સદી સાથેજ ભારતે પોતાની દાવ 759/7 પર જાહેર કરી દીધું હતું. આ પ્રકારે ભારતે ઇંગ્લેન્ડ પર 282 રનની લીડ બનાવી હતી. કરૂણે કવર્સ પર ફોર ફટકારીને પોતાની ત્રેવડી સદી ફટકારી અને તે 303ના સ્કોર પર અણનમ પરત ફર્યો હતો.

કરૂણે પહેલા વીરેન્દ્ર સેહવાગની બે વખત ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી છે. ભારતની તરફતી ત્રેવડી સદી ફટકારનાર તે સૌથી યુવાન ઉમરનો બેટ્સમેન બની ચુક્યો છે. બંન્નેએ 25 વર્ષની ઉંમરમાં ત્રેવડી સદી ફટકારી હતી, પરંતુ કરૂણે 25 વર્ષ 13 દિવસની ઉંમરી આ કારનામુ કર્યું હતું. જ્યારે સહેવાગે પહેલી ત્રિપસ સેન્ચ્યુરી 25 વર્ષ 160 દિવસની ઉંમરમાં ફટકારી હતી. ભારત તરફથી ક્લબ 300માં રહેલ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે કરૂણનું સ્વાગત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કરૂણ નાયરને શુભકામનાઓ પાઠવી હતી.

કરૂણની આ ઇનિંગની મદદથી ભારતે ટેસ્ટ ક્રિકેટમાં 759 રનનો સ્કોર બનાવ્યો હતો. આ ભારતના ટેસ્ટ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર ઠે. સૌથી વધારે સ્કોર મુદ્દે હજી ભારત 7મા ક્રમ પર છે. તે ભારતના ટેસ્ટ ક્રિકેટમાં સૌથઈ વધારે છે. શ્રીલંકાએ એક જ ઇનિંગમાં 952 રન બનાવી ટોપ પર છે. ભારતે 2009માં મુંબઇમાં શ્રીલંકા વિરુદ્ધ 726 રન બનાવ્યા હતા.

તેની પહેલા રવિવારે રાહુલ બેવડી સદીથી માત્ર એક રન દુર રહ્યો હતો. ઇન્ડિયન ટીમે પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડનાં 477 રનોનો જાબ ખુબ જ મજબુતી પુર્વક ફટકારીને લીડ પ્રાપ્ત કરી લીધી છે.

You might also like