Public Review: કાર્તિક-કૃતિની રોમેન્ટિક-કૉમેડી ફિલ્મ

ફિલ્મમાં લિવ-ઈન રિલેશનશિપ જેવા વિષયને ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યો છે, જોકે ફર્સ્ટ હાફ વધુ મજેદાર નથી, પરંતુ સેકન્ડ હાફમાં ઘણા ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ છે, પરંતુ ફિલ્મમાં કોમેડી સાથે ભરપૂર મનોરંજન છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ. અંકિતા પરમાર, ઘીકાંટા

‘લૂકા છુપી’માં કાર્તિક અને કૃતિની રોમેન્ટિક લવસ્ટોરી અને તેમની કેમિસ્ટ્રી જબરદસ્ત લાગે છે, જોકે ફિલ્મની વાર્તા ઠીક લાગે છે અને ઇન્ટરવલ પછીનો હિસ્સો થોડો લાંબો થઈ ગયો છે. આ ફિલ્મ થોડી નાની હોત તો વધારે મજેદાર બની શકત. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. સેજલ મનલોપા, ઘીકાંટા

કાર્તિક આર્યને ગુડ્ડુના પાત્રમાં ખૂબ સારો રોલ ભજવ્યો છે અને લગ્ન માટે તેની ઉતાવળની ઉત્સુકતા ખૂબ જ મજેદાર લાગે છે. બીજી બાજુ કૃતિ સેનને પણ એક બિનધાસ્ત યુવતીના પાત્રમાં ખૂબ જ શાનદાર રોલ ભજવ્યો છે. હું ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ. ખુશબૂ પરમાર, નવા વાડજ

લૂકા છુપીમાં ડાયરેક્શન લક્ષ્મણ ઉત્તેકરે સારું કામ કર્યું છે, સાથે ફિલ્મનું મ્યુઝિક નવું નથી, કારણ કે બધાં જ સોંગ જૂનાં છે અને તેને રિક્રિએટ કરવામાં આવ્યાં છે. કાર્તિક આર્યન પોતાના રોલમાં ફિટ બેસે છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.
જાનવી સોલંકી, કાલુપુર

લૂકા છુપીમાં પંકજ ત્રિપાઠીની જબરદસ્ત કોમેડી છે. વિનય પાઠક, ત્રિવેદીના રોલમાં ફિટ બેસે છે તો ફિલ્મની સ્ટોરીમાં લિવ-ઇન રિલેશન‌િશપને લઇને સમાજમાં હોબાળો મચી જાય છે અને પછી ઘણા ટ્વિસ્ટ આવે છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ. શાબાદ અહેમદ મારુ, સરખેજ

ફિલ્મની કહાણી જેન્ડર ઇક્વાલિટી, કાસ્ટ સિસ્ટમ અને નાના શહેરના વિચારોને પ્રગટ કરે છે. ફિલ્મમાં કોમેડીની સાથે મનોરંજનથી ભરપૂર છે. ફિલ્મમાં કાર્તિક અને કૃતિની એક્ટિંગ વખાણવાલાયક છે તેમજ અન્ય કલાકારોની એક્ટિંગ દમદાર છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ. આરીફ મનસૂરી, વેજલપુર

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 month ago