કાર્તિ ચિદમ્બરમ 6 માર્ચ સુધી રિમાન્ડ પર, કોર્ટે જામીન ફગાવ્યા

મીડિયા સમૂહમાં વિદેશી રોકાણની મંજૂરી આપવાની ઘૂસ લેવાના મામલે પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની સીબીઆઇએ આજરોજ સવારથી પુછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ સીબીઆઇએ કાર્તિ ચિદમ્બરમને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પેશ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે 6 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જામીન ફગાવી દીધા છે.

જ્યાં સીબીઆઇએ સુનાવણી દરમિયાન કાર્તિ તેમજ તેના સીએ ભાસ્કરનની જમાનતનો વિરોધ કર્યો હતો. આ મામલે સીબીઆઇએ જણાવ્યું છે બધા એવીડેન્સ કાર્તિ વિરુધ્ધ છે, અમારી પાસે તેની લેણ-દેણના પ્રુફ છે. જો તેને જમાનત આપવામાં આવશે તો કેસ પર પ્રભાવ પડશે. તેની સાથે જ સીબીઆઇએ કાર્તિના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

આ અગાઉ બુધવારે કાર્તિની સીબીઆઇના એક દિવસના રિમાન઼્ડમાં મોકલવામાં આવ્યા હતા. સીબીઆઇએ કાર્તિ ચિદમ્બરમની બુધવારે લંડનથી પરત ફરતા ચેન્નાઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂઆત કરી હતી. કાર્તિ પર આરોપ છે કે તેમણે મીડિયા હાઉસમાં વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડ (એફઆઇપીબી)ની મંજૂરી માટે દસ લાખ ડોલરની લાંચ માગી હતી.

You might also like