ધરપકડથી બચવા કાર્તિ ચિદમ્બરમે પડકી લંડનની વાટ, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

નવી દિલ્હીઃ લલિત મોદી અને વિજય માલ્યા બાદ હવે પૂર્વ કેન્દ્રિય નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બર ભારત છોડીને લંડન ચાલ્યા ગયા છે. ભ્રષ્ટાચાર અને લાંચખોરીના આરોપમાં CBIની તપાસનો સામનો કરી રહેલ કાર્તિના લંડન જવાની માહિતી સુરક્ષા એજન્સિયો પાસે પણ ન હતી. જ્યારે કાર્તિના લંડન રવાના થવાના સમાચાર સામે આવતા પ્રવર્તન નિદેશાલય તેમની વિરૂદ્ધ મની લોન્ડરિંગ તપાસ શરૂ કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે ધરપકડથી બચવા માટે કાર્તિ ચિદમ્બરમ લંડન પહોંચ્યા છે.

જો કે વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું છે કે કાર્તિનો લંડન પ્રવાસ પહેલેથી જ નક્કી હતો. તેઓ થોડા દિવસ બાદ ભારત પરત ફરશે. તેમના વિદેશ પ્રવાસ પર કોઇ જ પ્રતિબંધ નથી. આ પહેલાં મંગળવારે સીબીઆઇએ ચાર શહેરોમાં કાર્તિ ચિદમ્બરમના ઘર અને ઓફિસ પર છાપા મારવામાં આવ્યા હતા. આ દરોડા INX મીડિયાને આપવામાં આવેલી મંજૂરી અંગે હતા. કાર્તિ પર પીટર મુખર્જી અને ઇન્દ્રાણી મુખર્જી કંપની INX મીડિયાના ટેક્સ મામલે તપાસને બચાવવા માટે લાંચ લીધી હોવાનો આરોપ હતો. પીટર મુખર્જી  અને ઇન્દ્રાણી પર શીના બોરા હત્યાકાંડનો આરોપ છે.

જોકે કાર્તિ આ આરોપોને ન કારી રહ્યાં છે. સીબીઆઇએ કાર્તિ ચિદમ્બરમ, પીટર મુખર્જી અને ઇન્દ્રાણી મુખર્જી વિરૂદ્ધ ગુનાકિય ષડયંત્ર, છેતરપીંડી અને લોકસેવકને પ્રભાવિત કરવા અંગેના આરોપમાં એફઆરઆઇ દાખલ કરી હતી. કાર્તિ પર INX મીડિયા પાસેથી લાંચ લેવાનો આરોપ છે. કાર્તિએ INX મીડિયાના ફોરેન ઇનવેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડની તપાસથી બચવા માટે પોતાની વગનો ઉપયોગ કર્યો હતો.

http://sambhaavnews.com/

You might also like