રાહુલ ગાંધી પર મીનાક્ષી લેખીની ટીપ્પણી, કાર્તિની ધરપકડે નાની યાદ કરાવી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના નાની સાથે હોળીના પર્વની ઉજવણી કરવા જવા પર ભાજપના નેતા મીનાક્ષી લેખીએ કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ નાની સાથે હોળીના પર્વની ઉજવણી અંગે ટ્વિટ કરતાં ભાજપના મીનાક્ષી લેખીએ રીટ્વિટ કરતા ટીપ્પણી કરી હતી. લેખીએ રીટ્વિટ કરતાં જણાવ્યું હતું કે કાર્તિની ધરપકડે નાની યાદી કરાવી દીધી.

ઉલ્લેખનીય છે મીડિયા ગ્રુપમાં વિદેશી રોકાણને મંજૂરી આપવા માટે લીધેલી લાંચના આરોપમાં પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરના પુત્ર કાર્તિ ચિદમ્બરમની સીબીઆઇએ ધરપકડ કરી છે. ગુરૂવારે દિલ્હીની પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે કાર્તિને 5 દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલ્યા છે.

આમ આ ઘટનાક્રમ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદેશ જઇ પોતાના નાની સાથે હોળીના પર્વની ઉજવણી કરવા અંગેની જાણકારી આપી. રાહુલના આ ટ્વિટ સાથે ભાજપના મીનાક્ષી લેખીએ રિટ્વીટ કર્યું હતું. જેમાં રાહુલના નાનીને મળવા જવા સાથે કાર્તિ ચિદમ્બરમની ધરપકડને જોડી દીધી હતી.

You might also like