માસોત્તમ કારતક માસ માહાત્મ્ય

સ્કંદ પુરાણ લખે છે કેઃ
ન કાર્તિક સમો માસો, ન કૃતેન સમં યુગમ્ ।
ન વેદસદૃશ્યં શાસ્ત્રં, ન તીર્થ ગંગાયા સમમ્ ।।

અર્થાત્ કારતક સમો કોઇ માસ નથી. સતયુગ જેવો કોઇ યુગ નથી. વેદસમાન કોઇ શાસ્ત્ર નથી. ગંગા સમાન કોઇ તીર્થ નથી. આ માસનો સંબંધ પ્રાકૃતિક પરિવર્તન તથા પર્યાવરણ સાથે જોડાયેલા માનવજીવન સાથે સંતુલન છે.

વરસાદની સમાપ્તિ પછી પુષ્કળ ગરમીના માસ ભાદરવો તથા થોડી ઠંડીનો માસ આસો પણ સમપ્ત થાય છે. શરદ ઋતુનું આગમન થાય છે. શરદ પૂનમ એ શરદ ઋતુનું આગમન પોકારે છે. જોકે ગુજરાતમાં હેમંત ઋતુનો પ્રારંભ થઇ ચૂક્યો હોય છે. કારતક માસ દરમિયાન બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠવું. પવિત્ર તીર્થોમાં શક્ય એટલું સ્નાન કરવું. સવારે ઊઠવાનું વહેલું છે, કારણ દિવસ ટૂંકા હોય છે. જેથી આપણા સમયમાં વહેલા ઊઠવાથી ખલેલ ન પહોંચે. સાંજ વેલી ઢળતાં રાત પણ વહેલી પડે છે. તેથી દિવસ ટૂંકો હોય લાગતા આપણાં કાર્યો અટકતાં લાગે. વેલાં ઊઠવાથી દરેક કાર્ય સંપન્ન થાય. નૂતન વર્ષ, ભાઇબીજ, લાભપાંચમ, દેવઊઠી એકાદશી જેવા ઉત્તમ પર્વ તહેવાર આવે છે. સર્વત્ર આનંદનો માહોલ પ્રગટે છે. આટલા બધા તહેવારોનો જમેલો હોવાથી આ માસ ભગવાન વિષ્ણુને પણ ખૂબ ગમે છે તેથી તેમણે આ માસને માસોત્તમનું બિરુદ આપી નવાજ્યો છે.

You might also like