ફરી થયો પદ્માવતીનો વિરોધ, ભંસાલીનું પૂતળુ બાળ્યુ

મુંબઇઃ ફિલ્મ પદ્માવતીના શૂટિંગમાં વ્યસ્ત સંજય લીલા ભંસાલીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. કરણી સેનાએ ફરી એક વખત પદ્માવતિનો વિરોધ કર્યો છે. કરણી સેનાના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને ફિલ્મનો વિરોધ કર્યો છે. આ દરમ્યાન તેમણે સંજય લીલા ભંસાલીના પુતળાનુ દહન કર્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં જયપુરમાં ફિલ્મ પદ્માવતીના સેટને કરણી સેનાએ નિશાન બનાવ્યું હતું.

સાથે જ ભંસાલીને થપ્પડ પણ માર્યો હતો. ત્યાર બાદ ફિલ્મનું શૂટિંગ રોકવું પડ્યું હતું. બાદમાં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શૂટિંગ ચાલી રહ્યું હતું. ત્યાં રાતના સમયે ફિલ્મના સેટમાં આગ ચંપી કરવામાં આવી હતી.આ હુમલામાં ફિલ્મ નિર્માતાને કોસ્ટ્યૂમનું નુકશાન થયું હતું. સંજય લીલા ભંસાલી પર થયેલા આ હુમલાનો ફિલ્મ જગતે વિરોધ કર્યો હતો. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પદ્માવતીના રોલમાં છે. જ્યારે રણવીર કપૂર અને શાહિદ કપૂર પણ આ ફિલ્મમાં છે. કરણી સેના દ્વારા આ ફિલ્મમાં પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજી વચ્ચેના ઇન્ટિમેન્ટ સીનનો વિરોધ કરવા સાથે ઇતિહાસ સાથે છેડા કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

http://sambhaavnews.com/

You might also like