કર્ણાવતી હોસ્પિટલના સ્ટોરરૂમમાં મોડી રાત્રે આગ

અમદાવાદ: શહેરના ઓગણજ ગામમાં આવેલી કર્ણાવતી લાયન્સ હોસ્પિટલના સ્ટોરરૂમમાં ગત મોડી રાત્રે આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. બે ફાયર ફાઈટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ આગને કાબૂમાં લીધી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

ફાયર બ્રિગેડનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે ફાયર ઈમર્જન્સી કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે ઓગણજ ગામમાં આવેલી કર્ણાવતી લાયન્સ હોસ્પિટલમાં આગ લાગી છે, જેથી તાત્કાલિક બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે જવા રવાના થયાં હતાં.
હોસ્પિટલના સ્ટોરરૂમમાં મોડી રાત્રે આગ ભભૂકી હતી, જેના કારણે હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી.  બંને ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું ફાયર બ્રિગેડની તપાસમાં બહાર આવ્યું હતું.  આગના કારણે સ્ટોરરૂમમાં રહેલો સામાન, ગાદલાં તેમજ વાયર બળીને ખાખ થઈ ગયાં હતાં. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

home

You might also like