કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટનું કોકડું અાજે ઉકેલાઈ જશે

અમદાવાદ: કર્ણાવતી ક્લબના ર૩ ડિરેક્ટરની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં મેમ્બર્સ પાવર પેનલના તમામે તમામ ર૩ સભ્ય ચૂંટાઈ અાવ્યા હતા. અા નવા ર૩ સભ્ય ડિરેક્ટરપદે ચૂંટાઈ અાવ્યા બાદ ક્લબના નવા પ્રેસિડેન્ટ અને અન્ય હોદ્દેદારોની નિમણૂક હજુ સુધી કરવામાં અાવી નથી, જોકે અા અંગે અાજે સાંજે પ્રમુખપદનું કોકડું ઉકેલાઈ જશે તેમ મેમ્બર પાવર પેનલના અગ્રણી અજય પટેલે જણાવ્યું હતું કે અાજે સાંજે ક્લબના બોર્ડ અોફ ડિરેક્ટર્સની બેઠક મળવાની છે. અા બેઠકમાં પ્રમુખપદ અને અન્ય હોદ્દેદારોની નિમણૂક અંગેની ચર્ચા-વિચારણા કરીને નામ ફાઈનલ થઈ જશે.

કર્ણાવતી ક્લબના પ્રમુખપદ માટે પોતાના નામની ચર્ચા અંગે અજય પટેલે જણાવ્યું હતું કે હું અોલરેડી સ્ટેટ કો-અોપરેટિવ બેન્ક અને એડીસી બેન્કમાં ચેરમેન છું. અા બંને સંસ્થાઅો નાણાકીય સંસ્થાઅો હોવાથી તેમાં જવાબદારી વધારે હોવાથી હું ક્લબમાં ધ્યાન અાપી શકું તેમ નથી, તેથી મેં પ્રમુખ બનવાની ના પાડી છે.

કર્ણાવતી ક્લબના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો અંગે અાજે સાંજે એક બોર્ડ અોફ ડિરેક્ટર્સની બેઠક મળશે. અા બેઠકમાં પ્રમુખપદે કોને બેસાડવા તે અંગે નિર્ણય કરવામાં અાવનાર છે ત્યારે અજય પટેલે પ્રમુખ બનવાનાે ઈન્કાર કર્યા બાદ અા પ્રમુખપદના દાવેદારોમાં સૌથી અગ્રેસર ત્રણ નામ છે, જેમાં પ્રથમ નામ એન. જી. પટેલનું છે. ત્યાર બાદ જયેશ મોદી અને હસમુખ શાહનું નામ ચાલી રહ્યું છે, જોકે અા નામ અંગે સાંજે નિર્ણય લેવાઈ જનાર છે.

You might also like