કર્ણાવતી ક્લબની ‘ફાઈનલ’ કોણ જીતશે?

અમદાવાદ: કર્ણાવતી ક્લબના ૨૩ ડિરેક્ટરોને ચૂંટી કાઢવા માટે અાજે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં અાવી છે, જોકે ભારે રસાકસીભરી અા ચૂંટણી અંગે મતદાનનો અાજે સવારે ૯.૦૦ વાગ્યે પ્રારંભ થયો હતો. સવારે ૧૧ વાગ્યા સુધીમાં એટલે કે પ્રથમ બે કલાકમાં ૨૦ ટકા જેટલું એટલે ૯૩૮ સભ્યોએ મતદાન કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મતદાનનો પ્રારંભ થયા બાદ પાવર્સ પેનલના સમર્થકો પ્રતિબં‌િધ‍ત વિસ્તારમાં ‌િસ્લપનું વિતરણ કરતા તેમજ નામ અને નંબરવાળાં ટીશર્ટ પહેરીને મતદાનમથક પાસે ફરતા ઉમેદવારોને લઈને હોબાળો મચ્યો હતો. જોકે અોબ્ઝર્વર દ્વારા અા મામલાનો સરળતા અને સમજાવટ સાથે નિકાલ લાવવામાં અાવ્યો હતો. સાંજે સાત વાગ્યાથી મતદાન ગણતરીનો પ્રારંભ થશે ત્યારે બંને પેનલના સભ્યો મતગણતરીની સાથોસાથ ટી-ર૦ વર્લ્ડકપની સેમિફાઇનલની મેચનો ભેગા મળીને આનંદ માણશે.

કર્ણાવતી ક્લબની ચૂંટણીના મતદાનની કાર્યવાહી શરૂ કરાયા બાદ ગણતરીના સમયમાં પાવર્સ પેનલના સમર્થકો પ્રતિબં‌ધિત વિસ્તારમાં ‌િસ્લપનું વિતરણ કરતા જોવા મળ્યા હતા. જે અંગે ફ્રીડમ પેનલ દ્વારા વિરોધ કરાયો હતો, જેના કારણે થોડી વાર માટે વાતાવરણમાં ગરમાવો અાવી ગયો હતો. જોકે અોબ્ઝર્વર નિવૃત્ત જસ્ટિસ પી. બી. મજમુદાર દ્વારા ચૂંટણી સ્ટાફે અાપેલા અાઈડી કાર્ડ વિનાના સમર્થકોને પ્રતિબં‌ધિત વિસ્તારમાંથી દૂર કરાયા હતા. અા ઉપરાંત પાવર્સ પેનલના કેટલાક ઉમેદવારો નામ અને નંબર સાથેનનં ટીશર્ટ પહેરીને મતદાન મથકમાં ફરતા હતા. જે અંગે ફ્રીડમ પેનલના નિમેશ પટેલ દ્વારા અોબ્ઝર્વરને જાણ કરાઈ હતી. જે અંગે અોબ્ઝર્વર દ્વારા અાવા ઉમેદવારોને સૂચના અાપીને અાવાં ટીશર્ટ કઢાવી નાખ્યાં હતાં અથવા તો તેના ઉપર ટેપ લગાવી દેવામાં અાવી હતી.

ક્લબની ચૂંટણી માટે મતદાન અને મતગણતરી માટેની યોગ્ય વ્યવસ્થા કરાઈ છે, જેનું બુધવારે સાંજે મુખ્ય સ્ક્રૂટિનાઈઝર નિવૃત્ત જસ્ટિસ પી.બી. મજમુદાર સહિત તમામ નિરીક્ષકો તેમજ બન્ને પેનલના ઉમેદવારોએ ચૂંટણી માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. અા અંગે અોબ્ઝર્વર દ્વારા જણાવાયું હતું કે બેલેટ પેપર અને બાકી રકમ ભરપાઈ કરવા ૨૨ ટેબલ તેમજ મતદાન માટે ૩૦ મતદાન મથક ઊભા કરવામાં અાવ્યા છે. મતદાનનો પ્રારંભ સવારે ૯થી શરૂ થયો હતો. સાંજે ૬ વાગ્યા સુધી મતદાનની કાર્યવાહી ચાલશે. મતદાનની પ્રક્રિયા પૂરી થયા બાદ એક કલાક પછી એટલે કે સાંજે સાત વાગ્યાથી મતગણતરીની કાર્યવાહી શરૂ કરાશે.

મતગણતરીની સાથોસાથ ટી-ર૦ વર્લ્ડકપની સેમિફાઇનલ મેચ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે, જે પણ સાંજે સાત વાાગ્યે શરૂ થનાર છે, જેના કારણે કલબમાં બંને પેનલના સભ્યો મતગણતરીના પરિણામોના એકસાઇટમેન્ટની સાથોસાથ સેમિફાઇનલ મેચના આનંદ અને ઉત્તેજનાનાે લહાવો ભેગા મળીને માણશે.

મુખ્ય સ્ક્રૂટિનાઈઝર નિવૃત્ત મજમુદાર તેમજ સુનીલ તલાટીએ જણાવ્યું હતું કે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ઊભી કરાયેલી વ્યવસ્થા સંતોષકારક છે. મતદાનની ગુપ્તતા જાળવવા ૩૦ કેબિન બનાવાઈ છે અને કુલ ૧૩ બેલેટ બોક્સ રાખવામાં આવ્યા છે. બેલેટ પેપર આપવા સહિતની કામગીરી માટે ૧૧ ટેબલ મુકાયા છે. દરેક ટેબલ પર ચાર-ચાર વ્યક્તિને મૂકાઇ છે. બેલેટ પેપર આપવાથી માંડીને મતગણતરી સુધીની કામગીરી માટે ખાનગી કોલેજના સ્ટાફની નિમણૂક કરવામાં અાવી છે. સિનિયર સિટીઝન, હેન્ડિકેપ મતદાર માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં અાવી છે. લેડીઝ સિક્યોરિટી સહિત ૮૦ સિક્યોરિટી ગાર્ડને ફરજ બજાવે છે. અા ઉપરાંત મહિલા કોન્સ્ટેબલ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.

કર્ણાવતી ક્લબના કુલ ૯૫૦૦ સભ્યો છે, જેમાંથી ૩૭૨૪ મતદારોએ ઈ-વોટિંગ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેના કારણે બાકીના ૫૭૭૬ મતદારો દ્વારા અાજે મતદાન કરવામાં અાવી રહ્યું છે.  ક્લબના કુલ ૯૫૦૦ મેમ્બર્સ (મતદારો)માંથી ૨૧૦ મહિલા મેમ્બર્સ છે. જ્યારે ૧૫૦ કોર્પોરેટ મેમ્બર્સ છે. અા વખતે જેટલા કોર્પોરેટ મેમ્બર્સ તે મુખ્ય સભ્ય જ મતદાન કરી શકશે. જોકે અગાઉ કોર્પોરેટ મેમ્બર્સમાં મુખ્ય મતદાર અને તેના નોમિની પણ મતદાન કરી શકતા હતા. જેના કારણે ગત ચૂંટણીમાં ૧૫૦ કોર્પોરેટ મેમ્બર્સના ૧૩૫૦ સભ્યો મતદાન કરી શકતા હતા. જોકે તાજેતરની ઈજીએમની બેઠકમાં કરાયેલા સુધારાના કારણે હવે જેટલા કોર્પોરેટ મેમ્બર્સ છે તેટલા જ મેમ્બર્સ મતદાન કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૨૭થી ૨૯ માર્ચ દરમિયાન યોજાયેલ ઈ-વોટિંગમાં ૩૭૨૪ રજિસ્ટર્ડ મતદારમાંથી ૮૦૯ મતદારોએ ઈ-વોટિંગ કર્યું હતું.

You might also like