કર્ણાવતી ક્લબમાં મહત્વની બાબતો પર નિર્ણય કરવા કાલે EGM મળશે

અમદાવાદ: અમદાવાદની જાણીતી અને પ્રતિષ્ઠિત એવી કર્ણાવતી ક્લબની અાવતી કાલે એક્સ્ટ્રા અોર્ડિનરી જનરલ મિટિંગમાં કેટલાક મહત્વના મુદ્દાઅો પર નિર્ણય કરાશે. શહેરના એસ.જી. હાઈવે ઉપર અાવેલી કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટ નગીન જી. પટેલ દ્વારા અાવતી કાલે ક્લબની એકસ્ટ્રા અોર્ડિનરી જનરલ મિટિંગ (ઈજીએમ) બોલાવવામાં અાવી છે. ક્લબમાં અાઠ જેટલા પરમેનન્ટ બોર્ડ મેમ્બર્સ કાર્યરત છે, જેમાંથી એકથી બે મેમ્બરે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામાં અાપી દીધાં છે. જ્યારે હાલમાં કોર્પોરેટ મેમ્બર્સ કે જે એક કરતાં વધુ વોટ અાપવાનો અ‌િધ‍કાર ધરાવે છે તેના બદલે હવે એક જ વોટ અાપી શકે તે માટેનું અાયોજન કરાયું છે.

અા ઉપરાંત ક્લબમાં નવા બનેલા સભ્યોને ચૂંટણી લડવાનો અધિકાર સાત વર્ષ બાદ મળે છે. અાથી અા બેઠકમાં નવો ઠરાવ કરીને નવા બનેલા સભ્યને ચૂંટણી લડવાની સમયમર્યાદા દૂર કરવામાં અાવશે. કર્ણાવતી ક્લબની ઈજીએમમાં હોબાળો મચે તેવી સંભાવના છે, જોકે અા બેઠકમાં સભ્યો ઈ-વોટિંગ કરી શકે તેવું અાયોજન કરાયું છે. જો અા ઈ-વોટિંગ માટે સભ્યોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો જ સભ્યો ઈ-વોટિંગ કરી શકશે. અા ઉપરાંત સુનીલ તલાટીની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે નિમણૂક કરવા સહિતના મુદ્દાઅો અંગે ચર્ચા કરવામાં અાવશે.

ક્બલના પ્રેસિડેન્ટ નગીન જી. પટેલે જણાવ્યું હતું કે અાવતી કાલે સવારે 11 કલાકે ક્લબની ઈજીએમ બેઠક મળશે. જેમાં નવા બનનાર સભ્યોને ચ્રંટણી લડવા માટે સાત વર્ષ સુધી રાહ જોવી પડતી હતી. અાથી અા મુદતને દૂર કરવામાં અાવશે. ક્લબમાં પરમેનેન્ટ બોર્ડ મેમ્બર્સ છે તેને દૂર કરવા, કોર્પોરેટ મેમ્બર્સને એક કરતાં વધુ વોટ અાપવાની સત્તા હતી તેમાં સુધારો કરીને હવે માત્ર મેઈન કોર્પોરેટ મેમ્બર જ એક મત અાપી શકશે. અા ઉપરાંત ક્લબના મેમ્બર્સની સંખ્યા દસ હજારથી વધારીને 11,000 કરવાના ઠરાવને બહાલી માટે રજૂ કરાશે.

You might also like