કર્ણાવતી ક્લબમાં હવે રોટેશન પદ્ધતિઃ દર વર્ષે દસ બોર્ડ મેમ્બર નિવૃત્ત થશે

અમદાવાદ: શહેરની પ્રતિષ્ઠિત એવી રાજપથ ક્લબમાં અાગામી સપ્ટેમ્બરમાં 10 સભ્યોની ચૂંટણી જાહેર કરવામાં અાવી છે ત્યારે શહેરની મોખરાની એવી કર્ણાવતી ક્લબમાં અાગામી સપ્ટેમ્બર-2017થી ક્બલના એક તૃતીયાંશ બોર્ડ મેમ્બર્સ (સભ્યો)ને રોટેશન મુજબ દર વર્ષે નિવૃત્ત કરવાનો નિર્ણય કરાયો છે. જેના અંતર્ગત અાવતા વર્ષે સપ્ટેમ્બરમાં મુદત પૂરી થતાં સાત સભ્યની સાથે અન્ય ત્રણ સભ્યને નિવૃત્ત કરીને દર વર્ષે 10 સભ્યને નિવૃત્ત કરીને રોટેશન પદ્ધતિ મુજબ ચૂંટણી યોજવામાં અાવશે.

શહેરની રાજપથ ક્લબમાં સત્તાધારી મેમ્બર્સ પાવર પેનલ દ્વારા તાજેતરમાં યોજાયેલી બોર્ડ મિટિંગમાં અાગામી તા. 25મી સપ્ટેમ્બરના રોજ 10 ડિરેક્ટર્સની ચૂંટણી યોજવાનું નક્કી કરાયું છે. ત્યારે રાજપથ ક્લબની જેમ શહેરની કર્ણાવતી ક્લબમાં પણ બે ચૂંટણી જીત્યા બાદ મેમ્બર્સ પાવર પેનલને સત્તાનું સુકાન મળ્યું છે. ત્યારે અહીં મેમ્બર્સ પાવર પેનલ દ્વારા અાગામી વર્ષથી દર વર્ષે રોટેશન મુજબ એક તૃતીયાંશ સભ્યોને નિવૃત્ત કરીને ચૂંટણી યોજવાનું અાયોજન કરાયું છે.

અા અંગે કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટ અને મેમ્બર્સ પાવર પેનલના સભ્ય જયેશ મોદીએ આ અંગે જણાવ્યું હતું કે, હવે ક્લબની આગામી ચૂંટણી સપ્ટેમ્બર 2017માં યોજાશે. જેમાં ક્લબના જે સાત સભ્યની મુદત પૂર્ણ થઈ રહી છે તે ઉપરાંત અન્ય ત્રણ સભ્ય મળીને કુલ 10 સભ્યને નિવૃત્ત કરીને ચૂંટણી યોજાશે. જ્યારે ત્યાર બાદના વર્ષે એટલે કે 2018માં બાકીના 20 સભ્યમાંથી 10 સભ્યને નિવૃત્ત કરાશે અને બાકી રહેલા અન્ય દસ સભ્યને વર્ષ 2019માં નિવૃત્ત કરીને ચૂંટણી યોજાશે. ત્યાર બાદ વર્ષ 2019થી ક્લબમાં દર વર્ષે રોટેશન મુજબ એક તૃતીયાંશ સભ્ય અાપોઅાપ નિવૃત્ત થતા રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્લબમાં 23 અને સાત સભ્યની ચૂંટણી યોજાતી હતી. જેના કારણે ભારે અસમંજસતા જોવા મળતી હતી. અાથી અા રોટેશન પદ્ધતિ અમલી બન્યા બાદ અાવી કોઈ અસમંજતા નહીં રહે અને દરેક સભ્યની મુદત બે વર્ષની રહેશે.

અાવતા વર્ષે સાત સભ્યની મુદત પૂરી થાય છે
શહેરની કર્ણાવતી ક્લબમાં અાગામી સપ્ટેમ્બર-2017થી ક્લબના એક તૃતીયાંશ સભ્યને રોટેશન મુજબ દર વર્ષે નિવૃત્ત કરવાનો નિર્ણય કરાયો છે, જેના અંતર્ગત અાવતા વર્ષે સપ્‍ટેમ્બરમાં જે સાત સભ્યની મુદત પૂરી થઈ રહી છે તેમાં ક્લબના પ્રમુખ જયેશ એચ. શાહ, અમરિશ જે. પટેલ, ભાવેશ કે. પટેલ, કેતન બી. પટેલ (અોનરરી જોઈન્ટ સેક્રેટરી), મનોજ અાર. શાહ, રક્ષેશ સી. સાટિયા અને સાધનાબહેન ડી. શાહનો સમાવેશ થાય છે. અા ઉપરાંત અન્ય ત્રણ સભ્યને નિવૃત્ત કરીને દર વર્ષે 10 સભ્યને નિવૃત્ત કરી રોટેશન પદ્ધતિ મુજબ ચૂંટણી યોજવામાં અાવશે.

You might also like