શપથ લીધા બાદ 24 કલાકમાં જ જઇ શકે છે યેદિયુરપ્પાની ખુરશી..!

કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાના મુખ્યમંત્રી પદના શપથગ્રહણને અટકાવવા કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યોહ તો. સૂપ્રીમ કોર્ટે અડધી રાત પછી સાડા ત્રણ કલાક ચાલેલી ચર્ચા બાદ યેદિયુરપ્પાને રાહત આપી હતી. જેના કારણે યેદિયુરપ્પા આજરોજ મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કરશે.

પરંતુ સુપ્રીમ કોર્ટે 24 કલાકની અંદર પોતાના ધારાસભ્યોની યાદી કોર્ટમાં સોંપી દેવા આદેશ કર્યો છે. ભાજપ માટે 112 ધારાસભ્યોની યાદી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવી આસાન નથી.

આમ જો ભાજપ 112 ધારાસભ્યોની યાદી સુપ્રીમમાં રજૂ ન કરી શકે તો યેદિયુરપ્પાને ફરી એકવાર મુખ્યપ્રધાનની ખુરસી છોડવી પડી શકે છે. આ અગાઉ પણ 2007માં પણ યેદિયુરપ્પાએ સાત દિવસની અંદર બહુમત પ્રાપ્ત ન કરી શકતા ખુરશી છોડવી પડી હતી.

ઉલ્લેખનીય છેક કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 2018ના પરિણામમાં ભાજપને 104 બેઠક મળી છે. જેને લઇને ભાજપ બહુમતિના જાદુઇ આંકડાથી 8 બેઠક દુર છે. કોંગ્રેસને 78 અને જેડીએશને 37, બસપાને 1 અને અન્ય 2 બેઠક મળી છે. એવામાં ભાજપ ભલે સૌથી મોટી પાર્ટી તરીકે રાજ્યમાં આવી હોય પરંતુ તે બહુમતિથી હજી પણ દૂર છે.

જ્યારે પરિણામ બાદ કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કરી દીધું છે. કર્ણાટકમાં જ્યાં ભાજપે સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવાનો દાવો કરી દીધો હોય પરંતુ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનને લઇને ધારાસભ્યોની પર્યાપ્ત સંખ્યા હોવાનું કારણ બતાવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

You might also like