“જે કર્ણાટકની ચૂંટણી જીતશે, તે જ 2019માં થશે વિજયી”: બાબા રામદેવ

વારાણસીઃ યોગગુરૂ બાબા રામદેવે મંગળવારનાં રોજ 15મી મેંનાં રોજ આવનાર કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પર નિવેદન આપતાં કહ્યું છે કે,”જે કર્ણાટકની ચૂંટણી જીતશે, તે જ દેશ જીતશે”. સોમવારનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સંસદીય ક્ષેત્ર વારાણસીએ પહોંચીને બાબા રામદેવે ટિપ્પણી કરી.

જ્યારે બાબા રામદેવને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં આશરે 4 વર્ષનાં કાર્યકાળ પર નંબર આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે,”આ એક કઠીન સવાલ છે અને હજી બીજું કંઈક પૂછશો તો પણ હું જણાવીશ.”

સોમવારનાં રોજ યોજાયેલા એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા માટે વારાણસી પહોંચેલા બાબા રામદેવે કહ્યું કે,”મોદીજી પાસેથી ખેડૂતો, જવાનો, વેપારીઓ અને અધિકારીઓને ઘણી મોટી મોટી આશાઓ છે. સૌથી વધુ વિકાસની યોજનાઓ બનાવવામાં આવી અને તેને જમીન પર ઉતારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. બાબા રામદેવે જણાવ્યું કે, પીએમ મોદીની દાનતમાં પૂરા દેશને વિશ્વાસ છે.

રામદેવે કેન્દ્ર સરકારનાં ઘણા બધાં મંત્રીઓની પ્રશંસા પણ કરી હતી. વધુમાં એમ પણ જણાવ્યું કે, કેટલાંક મંત્રીઓ તો લાજવાબ છે. ગડકરી અને પીયૂષ ગોયલ જેવાં કેટલાંક મંત્રીઓ રાત-દિવસ પુરૂષાર્થ કરી રહ્યાં છે. જેટલી જેવી દ્રષ્ટિ રાખનાર મંત્રી પણ સરકારમાં અન્ય કોઈ નથી. જેટલીજીનું ઓપરેશન પણ સફળ થયું છે અને હું ભગવાનને એવી પ્રાર્થના કરૂ છું કે તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય.

You might also like