કર્ણાટકની આ જીત એટલે 2019ની સેમી ફાઈનલ: CM રૂપાણી

ગાંધીનગર: આજે કર્ણાટકની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને રાજ્યમાં ભાજપનો ભગવો પણ લહેરાયો છે. ત્યારે કર્ણાટકમાં જીતને લઇને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

જેમાં વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કર્ણાટકની આ જીતને 2019ની સેમી ફાઈનલ ગણાવી હતી. કોંગ્રેસ પાસે હવે માત્ર 3 રાજ્યો જ બચ્યાં હોવાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં `કોંગ્રેસ મુક્ત ભારત’નાં નારાને મજબૂત બનાવવાશે.

ઉલ્લેખનીય છે કે આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હતું જેને લઇને આજ રોજ વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરીનો પ્રારંભ થયો હતો અને જેમાં ભાજપે સાંજે 5 વાગ્યા સુધીમાં 104થી વધુ બેઠક પર પોતાની જીત હાંસલ કરીને ભગવો લહેરાવ્યો તથા કોંગ્રેસે 77થી વધુ બેઠકો મેળવી હતી. જો કે આ સમય દરમ્યાન કોંગ્રેસે JDS સાથે મળીને ગઠબંધન કરવાની જાહેરાત પણ કરી હતી.

તમને વિશેષ જણાવી દઇએ કે કર્ણાટકમાં આજે ભગવો લહેરાતાં ગુજરાતનાં સીએમ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં અને તેમ જણાવ્યું હતું કે હવે આ જીત એ 2019ની જીતની સેમિ ફાઇનલ જીત હતી.

You might also like