કર્ણાટકમાં કોણ સરકાર રચશે?: રાજકીય ગતિવિધિ તેજ

બેંગલુરુ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ખંડિત જનાદેશ આવતાં અને કોઇ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં હવે સરકાર રચવા માટે ભાજપ અને કોંગ્રેસ છાવણીમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે અને ત્રણ મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને જનતાદળ (એસ) દ્વારા સરકાર રચવા માટે મોરચાબંધી શરૂ થઇ ગઇ છે.

ટૂંક સમયમાં કોંગ્રેસ અને ભાજપના વિધાનસભા પક્ષની બેઠક મળી રહી છે. કોંગ્રેસની બેઠકમાં ભાગ લેવા માટે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જી.પરમેશ્વર પક્ષના કાર્યાલય પર પહોંચી ગયા છે. બીજી બાજુ આજે ૧૧-૦૦ વાગ્યે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળી રહી છે. જેમાં બી.એસ.યેદિયુરપ્પાને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવશે અને ત્યાર બાદ યેદિયુરપ્પા રાજ્યપાલને મળ%E

You might also like