મૂળ ગુજરાતી અને કર્ણાટક HCનાં જસ્ટીસે આપ્યું રાજીનામું, ગુજરાતનાં વકીલો 27મીએ કરશે હડતાળ

મૂળ ગુજરાતી અને કર્ણાટક હાઈકોર્ટમાં ફરજ બજાવતા જસ્ટીસ જયંત પટેલે રાજીનામું આપ્યું છે. તેમનાં રાજીનામા બાદ વકીલોમાં સોંપો પડી ગયો છે, અને ગુજરાતના વકીલોએ 27 સપ્ટેમ્બરના રોજ એક દિવસની હડતાળ પાડવાનું એલાન કર્યું છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશનની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

સુત્રનાં જણાવ્યા મુજબ જસ્ટિસ જયંત પટેલે તેમનાં રાજીનામા પત્રમાં કોઇ અંગત કારણોસર રાજીનામા અંગે કોઇ જ કારણ દર્શાવ્યું નથી તેમ છતાં સુત્રનું માનવું છે કે જસ્ટીસ જયંત પટેલે તેઓને સિનિયોરીટી મુજબ અન્ય હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ ન બનાવતા તેઓ નિરાશ થઇ ચાલી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ જયંત પટેલને કર્ણાટક હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ નહીં પણ જજ બનાવાયા હતાં. રાજનૈતીક ઈરાદાથી તેમને હેરાન કરી આ નિર્ણય લેવા મજબૂર કર્યા હોવાનાં આક્ષેપો પણ લાગ્યા છે.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશને અગાઉ આ મામલે ઇસ્યુ ઉઠાવીને જયંત પટેલને ચીફ જસ્ટીસ પદે પુન: મૂકવાની ઉગ્ર માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે જસ્ટીસ જયંત પટેલનાં વડપણ હેઠળ ઈશરત જ્હાં સહિતનાં મોટા-મોટા કેસ ચાલ્યા હતાં. જસ્ટીસ જયંત પટેલે તેમનું રાજીનામું પત્ર ચીફ જસ્ટીસની ઓફીસે મોકલાવી દીધું છે કે જેનો સ્વીકાર થઇ ગયો છે. આમાં પણ રાજકારણ એટલું જ છે.

You might also like