કર્ણાટકમાં ચાલી મોદી લહેર, કોંગ્રેસનો છેલ્લો કિલ્લો પણ ધ્વસ્ત, BJP કાર્યાલયમાં થશે ઉજવણી

શિકારીપુર બેઠક પરથી યેદિયુરપ્પાનો ભવ્ય વિજય થયો છે. યેદિયુરપ્પા દિલ્હી જશે જ્યાં તેઓ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરશે. આજરોજ સાંજે દિલ્હી ખાતે ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પત્રકાર પરિષદને સંબોધન કરશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતગણના શરૂ થઇ છે. પ્રારંભિક વલણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પરંતુ હવે ભાજપ સરકાર બને તેવી શક્યતા જોવા મળી રહી છે. કર્ણાટકમાં ભાજપ 112, કોંગ્રેસ 62 અને જેડીએસ+ 45 બેઠક પર આગળ છે. ચામુંડેશ્વરી બેઠક પરથી સિદ્ધારમૈયા 6000 મતથી પાછળ જોવા મળી રહ્યાં છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા બંને બેઠક પરથી પાછળ ચાલી રહ્યાં છે. આમ કર્ણાટકમાં ફરી મોદી લહેર જોવા મળી છે.

224 બેઠકવાળી રાજ્યની વિધાનસભાની 222 બેઠક પર ચૂંટણી યોજવામાં આવીહતી. આ ચૂંટણી ભાજપા અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ચૂકી છે. આ વિધાનસભા ચૂંટણીમાં એક બાજુ સિદ્ધારમૈયા અને બીએસ યેદિયુરપ્પા વચ્ચે ખુરશી માટે જંગ છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ પ્રતિષ્ઠા જોડાયેલી છે.

આજે કર્ણાટકના મહાજંગનો મહાચુકાદો છે. આજનો ચુકાદો ભાજપ માટે 2019 પહેલા સેમીફાઈનલ છે જ્યારે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે. બન્ને પાર્ટીઓએ પોત પોતાની જીતના દાવા કર્યા છે. રાજ્યની કુલ 224 બેઠકોમાંથી 222 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. કોઈ પણ પાર્ટીને સરકાર બનાવવા 112 બેઠકની જરૂર છે. ત્યારે કઈ પાર્ટી કર્ણાટકના જંગમાં મેદાન મારી જાય છે તેના પર સૌ કોઈની નજર છે.

ત્યારે રાજ્યમાં છેલ્લા 40 વર્ષથી એવી પરંપરા છે કે જે પાર્ટી કેદ્રની સત્તામાં હોય તે પાર્ટીનું શાસન કર્ણાટકમાં આવતું નથી. તેથી આ વખતે કેદ્રમાં ભાજપ સરકાર છે તેથી કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે અને આશા છે કે 40 વર્ષની પરંપરા જળવાઈ રહેશે.

બીજી તરફ ભાજપને આશા છે કે વર્ષો જૂની આ પરંપરા આ વખતે તુટશે અને ભાજપ કર્ણાટકના સિંહાસન પર બિરાજમાન થશે. જો કે પરંપરા તુટશે કે યથાવત્ રહેશે ? તે તમામ આતુરતાનો અંત થોડાક સમયમાં આવી જશે.

You might also like