કર્ણાટકમાં વરસાદી માહોલ વચ્ચે મતદાન: દિગ્ગજોનાં ભાવિ EVMમાં સીલ થશે

બેંગલુરુ: કર્ણાટક વિધાનસભાની રર૪માંથી રરર બેઠકો માટે આજે સવારે ૭-૦૦ વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. આજે કેટલાય રાજકીય દિગ્ગજોનાં ભાવિ ઇવીએમમાં સીલ થશે. સત્તા માટે સૌથી ત્રણ મોટા દાવેદારો મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા, પૂર્વ મુખ્યપ્રધાન યેદીયુરપ્પા અને જનતા દળ (એસ)ના નેતા એચ.ડી.કુમારસ્વામીના ચૂંટણી ભાવિનો નિર્ણય ઇવીએમમાં સીલ થશે.

કર્ણાટકમાં આ વખતે પ,૦૦૦ બેઠકો પર વીવીપેટ સાથે સંકળાયેલા ઇવીએમમાં અને અન્ય સ્થળોએ ઇવીએમથી વોટિંગ થઇ રહ્યું છે. રાજ્યનાં કુલ પ૮,૦૦૮ બૂથમાંથી ૧ર,૦૦૧ બૂથને અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યમાં ૪.૯૮ કરોડ મતદારો ર૬૦૦થી વધુ ઉમેદવારોનાં ભાવિનો આજે ફેંસલો કરશે. કર્ણાટકમાં મતદાન માટે સવારથી જ મતદારોએ લાંબી કતારો લગાવી દીધી છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે ૩.પ લાખથી વધુ કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવી રહ્યા છે.

ચૂંટણી માટે મતદાન શરૂ થયું ત્યારે રાજધાની બેંગલુરુ સહિત કર્ણાટકના કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થઇ ગયો છે અને તેની મતદાન પર અસર પડી શકે છે. રાહુલ ગાંધીએ વરસાદમાં મતદારોને મદદ કરવા માટે કોંગ્રેસી કાર્યકરોને અપીલ કરી છે. હવામાન વિભાગે કર્ણાટકના ર૩ જિલ્લામાં આંધી અને તોફાનની આગાહી કરી છે. તેથી ચૂંટણીપંચે લોકોને અપીલ કરી છે કે જેમ બને તેમ જલદી મતદાન કરે.

કર્ણાટક વિધાનસભાની બે બેઠક પર ચૂંટણી રદ કરવામાં આવી છે. આ બે બેઠકો પૈકી જયનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય વી.એન. વિજયકુમારનું અવસાન થતાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. જ્યારે બેંગલુરુના રાજરાજેશ્વરી (આરઆરનગર)માં ૯ મેના રોજ એક ફલેટમાંથી ૧૦,૦૦૦ નકલી વોટર આઇડી કાર્ડ મળ્યા બાદ ચૂંટણીપંચે આ બેઠકની ચૂંટણી મોકૂફ રાખી છે અને હવે ર૮ મેના રોજ મતદાન યોજાશે અને તેનું પરિણામ ૩૧ મેના રોજ આવશે.

આજે સવારે મતદાન શરૂ થતાંની સાથે જ ભાજપના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર યેદીયુરપ્પાએ શિમોગાના શિકારીપુરામાં તેમજ કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડાએ પુત્તુરમાં મતદાન કર્યું હતું, જ્યારે પૂર્વ વડા પ્રધાન એચ.ડી.દેવગૌડાએ હસન જિલ્લાના હોલાનરસીપુરામાં મતદાન કર્યું હતું.

કર્ણાટક ચૂંટણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કર્ણાટકનાં તમામ ભાઇઓ અને બહેનોને મારો આગ્રહ છે કે આજે જંગી પ્રમાણમાં મતદાન કરે. હું ખાસ કરીને યુવા મતદારોને લોકતંત્રનું પર્વ એટલે કે મતદાનમાં ભાગ લેવા અપીલ કરું છું.

ભાજપના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર યેદીયુરપ્પાએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે ભાજપને ૧૪૦થી ૧૪પ બેઠકો મળશે. તેમણે જણાવ્યું હતું કે લોકો સિદ્ધારમૈયા સરકારની તંગ આવી ગયા છે. હું લોકોને અપીલ કરું છું કે લોકો વધુમાં વધુ મતદાન કરે અને હું ખાતરી આપું છું કે અમે સારી સરકાર આપીશું.

જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકવાસીઓને વધુમાં વધુ સંખ્યામાં વોટિંગમાં ભાગ લેવા અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે કેટલાક વિસ્તારમાં વરસાદના કારણે મતદારોને બૂથ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. હું પ્રદેશ કોંગ્રેસ કમિટીના તમામ પદાધિકારીઓ અને કાર્યકરોને અપીલ કરું છંુ કે તેઓ મતદાતાઓને શકય તમામ મદદ કરે.

ભાજપના બી.શ્રીરામાલુએ બેલગાવીમાં મતદાન કરતાં પહેલાં ગૌપૂજા કરી હતી. બેલગાવી વિધાનસભા ક્ષેત્રના પો‌લિંગ બૂથ નં.૧૮પ પર એક મુસ્લિમ મહિલાને ઓળખ માટે બુરખો ઉતારવાનું કહેતાં આ મહિલાએ વિરોધ કર્યો હતો અને રડવા લાગી હતી.

ચૂંટણી પૂર્વે ૧૯ લાખ કેશ અને મતદારયાદી જપ્ત
મતદાન પૂર્વે ચૂંટણીપંચે બેંગલુરુમાંથી રૂ.૧૯ લાખ રોકડા અને વોટર લિસ્ટ તેમજ ચૂંટણી સામગ્રી જપ્ત કરી હતી અને આ અંગે પોલીસે એફઆઇઆર દાખલ કરી છે. કર્ણાટક ચૂંટણી પહેલાં ફલાઇંગ સ્કવોડે રાજયભરમાં દરોડા પાડીને અત્યાર સુધીમાં રૂ.૧૧,૦૩,૭૪,૯૬૪ રોકડા જપ્ત કર્યા હતા. આ ઉપરાંત ૯પ૪ ‌લિટર દારૂ અને ૮૬૪૦ વ્હિસ્કીની બોટલો જપ્ત કરી હતી. ફલાઇંગ સ્કવોડે રૂ.૪,૧૦,૯૮,૦૦૦નું સોનું અને રૂ.ર.૪ લાખની કિંમતની ૧ર.૧૬ લાખની ચાંદી જપ્ત કરી હતી.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર અભિયાનમાં અંદાજે ત્રણ મહિનાથી મહેનત કરેલા પક્ષો વચ્ચે ગુરૂવાર જંગ પુરો થઇ ગયો. આજે રાજ્યમાં 4.97 કરોડ મતદાતા 2600થી વધારે ઉમેદવારોની કિસ્મતનું બટન દબાવશે. જો મતદાતાઓ 33 વર્ષથી ચાલી રહેલી સત્તાપક્ષને હટાવાની પરંપરા તોડી તો કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે.

ઉલ્લેખનીય છે કે 1985માં રામકૃષ્ણ હેગડેના નેતૃત્વમાં જનતાદળે સતત બીજી વખત સરકાર બનાવી હતી. ત્યારબાદ કોઇપણ પક્ષ એવુ કરવામાં સફળ રહ્યો નથી. કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા સદાનંદ ગૌડાએ પુત્તૂર વિધાનસભ ક્ષેત્રમાં મતદાન કર્યું.

આજે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી છે. 224 બેઠકો પૈકી 222 બેઠકો પર આ મતદાન યોજયું છે. રાજ્યના 55,600 મતદાન કેદ્રો પર આ મતદાન યોજાયું છે. તો 2 વિસ્તારમાં મતદાન રદ કરવાની ફરજ પડી છે. કર્ણાટકમાં 4.98 કરોડ મતદાતા ઉમેદવારોનુ ભાવિ નક્કી કરશે.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદીયુરપ્પાએ મતદાન પહેલાં પોતાના ઘરમાં પૂજા અર્ચના કરી હતી. તો બાદમાં તેઓ શિખરપુરના એક મંદિરે પહોંચ્યા હતા અને માથુ ટેકવ્યું હતું. પાર્ટીના સારા ભવિષ્ય માટે તેમણે મંદિરમાં પૂજા અર્ચન પણ કર્યું હતું.

2.52 કરોડ પુરુષ ઉમેદવારો અન 2.44 કરોડ મહિલા ઉમેદવારોનો સમાવેશ છે. વિધાનસભાની ચૂંટણી માટે 26,000થી વધુ ઉમેદવારો છે. તો સમગ્ર ચૂંટણી દરમિયાન 3.5 લાખ કર્મચારીઓ ફરજ બજાવશે. મહત્વની વાત છે કે 1985 બાદ કોઈ પણ પક્ષને બીજીવાર સત્તા મળી નથી.

4 વર્તમાન અને પૂર્વ મુખ્યમંત્રી ચૂંટણી મેદાનમાં છે. સિદ્દારમૈયા, યેદીયુરપ્પા ચૂંટણમાં મેદાને છે. કુમારસ્વામી, જગદીશ શૈટ્ટાર પણ ચૂંટણી મેદાનમાં છે.

You might also like