કર્ણાટક: મોટી માત્રામાં ડુપ્લીકેટ વોટર આઇડી કાર્ડ જપ્ત, ચૂંટણી પંચે દાખલ કરી ફરિયાદ

ચૂંટણીના થોડા દિવસ અગાઉ ચૂંટણી પંચે કર્ણાટકના બેંગલુરૂના રાજ રાજેશ્વરી નગરના જલાહલ્લીમાં એક ફલેટમાંથી 9,746 ડુપ્લીકેટ વોટર આઇડી કાર્ડ મળી આવવાની પુષ્ટી કરી છે. આ કાર્ડ કાગળમાં લપેટીને છુપાવી રાખવામાં આવ્યા હતા. ગતરાત્રીએ ચૂંટણી પંચે પત્રકાર પરીષદ યોજી આ મામલે તપાસના આદેશ આપ્યાં છે.

ભાજપનો આરોપ છે કે આ ફલેટ કોંગ્રેસના એક ધારાસભ્યનો છે. ભાજપે રાજ રાજેશ્વરી બેઠકની ચૂંટણી રદ્દ કરવાની માગ કરી છે. આ અગાઉ કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડાએ ડુપ્લીકેટ ઓળખ પત્ર ભરેલી બેગનો ફોટો ટ્વિટ કરતા કહ્યું કે આ લોકતંત્ર પર હુમલો છે. રાજ રાજેશ્વરી નગર બેંગલુરૂની સૌથી મોટી વિધાનસભા બેઠકમાંથી એક છે. અહીં 4.35 લાખ મતદારો છે.

બેંગાલુરુના જલાહાલ્લી વિસ્તારમાં એક મકાનમાંથી મોટી સંખ્યામાં ડુપ્લીકેટ વોટર આઈડી કાર્ડ જપ્ત થયા છે. સંજીવ કુમારે જણાવ્યું કે તે પોતે ઘરમાં ગયા હતાં જ્યાંથી 9 હજાર 746 વોટર આઈડી કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. આઈડી કાર્ડને નાના બંડલોમાં બાંધીને રાખવામાં આવ્યા હતા.

દરેક બંડલ પર ફોન નંબર લખેલા હતા.આ ઉપરાંત ફ્લેટમાંથી પાંચ લેપટોપ, એક પ્રિન્ટર પણ મળી આવ્યું છે. આ સાથે જ સ્ટીલની 2 પેટી પણ મળી આવી છે. આ મામલે ચૂંટણી પંચે ફરિયાદ દાખલ કરી છે. ચૂંટણી પંચ કમિશનર સંજીવ કુમારે જણાવ્યું કે રાજ રાજેશ્વરી મતવિસ્તારમાં 4 લાખ 35 હજાર 439 મતદાર છે.

ત્યાંની વસ્તી પ્રમાણે તે 75.43 ટકા છે. ગત ટર્મમાં રિવી{ન દરમિયાન 28 હજાર 825 નામ જોડવામાં આવ્યા હતા. જે બાદ અપડેશન દરમિયાન 19 હજાર 12 નામ વધુ જોડવામાં આવ્યા હતા. આ સાથે જ 8 હજાર 817 લોકોના નામ હટાવાયા હતા.

આ મામલે ભાજપે રાજ રાજેશ્વરીના કોંગ્રેસના ઉમેદવાર પર ડુપ્લીકેટ આઈડી કાર્ડ બનાવવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચ સમક્ષ ચૂંટણી રદ્દ કરવાની માગણી કરી છે. આ બાજુ રણદીપ સુરજેવાલાએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો.અને કહ્યું કે જે ફ્લેટમાંથી ઈલેકશન કાર્ડ ઝડપાયા છે.

આ ફ્લેટ ભાજપ નેતાનો છે. અને ઘરમાં રહેનારો વ્યક્તિ તેમનો પુત્ર છે. 2015માં રાકેશ ભાજપની ટિકિટ પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડયો હતો. જોકે તેમાં તે હારી ગયો હતો. પ્રકાશ જાવડેકરે સુરજેવાલાને જવાબ આપતાં કહ્યું કે મંજુલા 6 વર્ષ પહેલા પાર્ટી છોડી ચૂકયા છે. જે ફ્લેટમાંથી આઈડી કાર્ડ જપ્ત કરાયા છે તે લીઝ પર છે.

You might also like