કર્ણાટકમાં સત્તા વિરોધી લહેર નહીં, સિદ્વારમૈયાની રાહુલ ગાંધી સાથે મુલાકાત

બેંગલુરુ : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ બેઠક સિદ્વારમૈયા અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ વચ્ચે થયેલા વાકયુદ્ધ બાદ થઇ હતી.

આ મુલાકાતમાં સિદ્વારમૈયાએ દાવો કર્યો છે કે રાજ્યમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિ મેળવી જીત મેળવશે. આ દરમિયાન સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો ઇન્કાર કર્યો હતો.

તેમણે ભાજપ તરફથી પ્રદેશમાં ચૂંટણી પહેલા ચલાવામાં આવી રહેલી તૈયારીઓને નબળું બતાવ્યું. રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ સિદ્વારમૈયાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી કર્ણાટક સરકારના કામકાજથી ઘણા ખુશ છે. તેમજ તેઓ આ વાતથી પણ ખુશ છે કે હાલની રાજ્ય સરકાર વિરુધ્ધ કોઇ સત્તા લહેર નથી.

You might also like