એ જાગો હવે…! કર્ણાટકની ચૂંટણી આંગણે આવી ને CM ‘જોકું’ ખાતા જોવા મળ્યા

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. પરંતુ કોંગ્રેસ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. મતદાનને હવે માત્ર 15 દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસની એક રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા નિંદ માણતા જોવા મળ્યા. રાજ્યના કલબુર્ગીમાં એક રેલીમાં લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેની બાજુમાં બેઠેલા સિદ્ધારમૈયા ભરપુર નિંદ્રા માણી રહ્યા હતા.

એક બાજુ કર્ણાટકને કબજે કરવા રાહુલ ગાંધી સહિતના તમામ નેતાઓ દિવસ-રાત એક કરી રહ્યા છે. અનેક કિલોમીટરોનો સફર કરી જનતાને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં જેના માથે સમગ્ર રાજ્યની જવાબદારી છે તેવા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચૂંટણી રૂપી જંગમાં જ ઊંઘતા જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે લોકોમાં ચર્ચા થવા પામી હતી કે,બની શકે ચૂંટણીમાં અનેક સભાઓનો થાક હોય. પરંતુ આ રીતે જાહેર મંચ પર ઊંઘવું ન જોઈએ. સિદ્ધારમૈયાના ઊંઘતા દ્રશ્યો સામે આવતા લોકો પણ મનભરીને કટાક્ષ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના લોકો સુઈ રહ્યા છે તો ચૂંટણી બાદ સુતા જ રહેશે.

You might also like