કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યો BJP સાથે મિલાવી શકે છે હાથ….

કર્ણાટકમાં મંત્રીમંડળ વિસ્તરણ પછી કોંગર્સેમાં ચાલી રહેલી ખટપટ મોટુ રૂપ લઈ શકે છે. પાર્ટીના જે ધારાસભ્યોને મંત્રીમંડલમાં શામેલ નથી કરવામાં આવ્યા, તેમણે કર્ણાટક કોગ્રેસના પ્રભારી કે સી વેણુગોપાલ અને ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વર સાથે નારાજગી વ્યક્ત કરી છે. ચર્ચા છે કે તેમાથી કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યો બીજેપી નેતાઓના સંપર્કમાં છે અને કેટલાક કોંગ્રેસ છોડવાનું મન બનાવી ચુક્યા છે.

કોંગ્રેસ ધારાસભ્ય એચએમ રેવન્નાએ સ્પષ્ટ રીતે કહ્યુ છે કે તેઓ BJP નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને તેઓ બીજેપીમાં જોડાઈ શકે છે. BJP તરફથી પણ આ મામલે હામી ભરવામાં આવી છે. આ ધારાસભ્યોનું કહેવુ છે કે કેસી વેણુગોપાલ અને ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરે પોતનો રોલ સારી રીતે નથી નિભાવ્યો. જણાવી દઈએ કે મંત્રીમડળ વિસ્તરણની સાથે જ મંત્રી બનાવવામાં આવે તેની રાહ જોઈ રહેલા ઘણા નેતાઓ અને તેમના સમર્થક ગુરુવારે કોંગ્રેસના વિરુદ્ધ પ્રદર્શન કરતા નજરે પડ્યા.

જો કે, પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી હાઈકમાન વિરોધના સ્વર ઉંચા કરનારા નેતાઓ પર નજર રાખી રહી છે અને ભવિષ્યમાં તેમના માટે મંત્રીપદ પ્રાપ્ત કરવુ વધુ મુશ્કેલી ભર્યુ બની શકે છે. પાર્ટી મંત્રીઓમાં વિભાગોની વહેંચણી કરવા માટે પણ રાહ જોઈ રહી છે. એક સિનિયર કાર્યકર્તા પ્રમાણે શુક્રવાર સુધીમાં આ આંતરીક વિવાદ ઓછો થઈ શકે છે.

જો કે, ઘણા કાર્યકર્તાઓ શાંત હોવાના મુડમાં નથી. એચએમ રેવન્નાએ જણાવ્યુ છે કે તેઓ BJP નેતાઓના સંપર્કમાં છે અને BJPને જોઈન પણ કરી શકે છે. BJP તરફથી પણ આ મામલે હામી ભરવામાં આવી છે.

You might also like