Categories: India

જાણો કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી અને ગણતરી ક્યારે થશે?

નવી દિલ્હી, મંગળવાર
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે આજે પત્રકાર પરિષદ બોલાવીને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતના જણાવ્યા પ્રમાણે કર્ણાટકમાં એક જ તબક્કામાં ૧૨ મેના રોજ મતદાન યોજાશે અને ૧૫ મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

ઓ.પી. રાવતે જાહેર કરેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ ૧૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ ચૂંટણીનું જાહેરનામું જારી કરાશે. જ્યારે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. ૨૪ એપ્રિલ ૨૦૧૮ નિર્ધારિત કરવામાં આવી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૨૬ એપ્રિલ ૨૦૧૮ના રોજ થશે. જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૭ એપ્રિલ ૨૦૧૮ રહેશે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્યારે પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા અને કર્ણાટકની ચૂંટણી વ્યવસ્થા અંગે વાત કરી રહ્યા હતા ત્યારે ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયે ચૂંટણી કમિશનર ઓ.પી. રાવત કર્ણાટકની ચૂંટણીની તારીખ જાહેર કરે તે પહેલા ટ્વિટ કરીને કર્ણાટકની ચૂંટણી ૧૨ મેના રોજ યોજાશે એવી જાહેરાત કરી દેતાં પત્રકાર પરિષદમાં જ વિવાદ છેડાયો હતો.

પત્રકારોએ આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતનું ધ્યાન ખેંચતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતમાં તપાસ કરવામાં આવશે અને ચૂંટણી પંંચ દ્વારા જાહેરાત કરવામાં આવે તે પહેલા ચૂંટણીની તારીખ કઈ રીતે લીક થઈ તે અંગે જો કોઈ દોષિત જણાશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અમિત માલવિયે ટ્વિટ કરીને મતગણતરીની તારીખ પણ જાહેર કરી હતી અને જણાવ્યું હતું ૧૮ મેના રોજ મતગણતરી યોજાશે. આ બાબતમાં તેઓ ખોટા પડ્યા છે, કારણ કે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે જાહેર કર્યા મુજબ કર્ણાટક વિધાનસભાની મતગણતરી હવે ૧૫ મેના રોજ યોજાનાર છે. ઓ.પી. રાવતે પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખ જાહેર કરી તે પહેલા ચૂંટણી અંગેની અન્ય વ્યવસ્થા અંગે વાત કરતા જણાવ્યું હતું કે કર્ણાટકમાં હવે તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતા લાગુ પડી ગઈ છે.

ચૂંટણી કમિશનરે એવું પણ જાહેર કર્યું હતું કે રાત્રે ૧૦.૦૦થી ૬.૦૦ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં અને ઉમેદવાર માત્ર રૂ. ૨૮ લાખ સુધીનો ખર્ચ કરી શકશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે મતદાન માટે ૫૬૦૦૦ પોલિંગ બૂથ બનાવવામાં આવશે અને ૪૫૦થી વધુ પોલિંગ બૂથની વ્યવસ્થા મહિલાઓ સંભાળશે.

તેમણે જણાવ્યું હતું ૨૨૪ બેઠકો માટે મતદાન યોજાશે અને એક બેઠક પર એંગ્લો ઈન્ડિયનના ઉમેદવાર નિયુક્ત કરાશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે કર્ણાટકમાં મતદારોની સંખ્યા ૪.૯૬ કરોડ અને મતદાન માટે ઈવીએમ સાથે વીવીપીએટીનો પણ ઉપયોગ કરાશે.

Navin Sharma

Recent Posts

દેશદ્રોહના કેસમાં જેએનયુના કનૈયાકુમાર, ઉમર સહિત નવ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ૯ ફેબ્રુઆરી, ર૦૧૬ના રોજ લગાવવામાં આવેલા દેશવિરોધી સૂત્રોચ્ચાર અને નારાબાજીના કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ…

22 hours ago

મહાનિર્વાણી-અટલ અખાડાના શાહીસ્નાન સાથે બ્રાહ્મમુહૂર્તમાં કુંભમેળાનો ભવ્ય પ્રારંભ

પ્રયાગરાજ: તીર્થરાજ પ્રયાગમાં ૪૯ દિવસ માટે ચાલનારા કુંભમેળાનો આજે સવારે બ્રાહ્મમુહૂર્તમાં ભવ્ય પ્રારંભ થયો છે. ગંગા નદીના સંગમતટ પર શ્રી…

22 hours ago

કર્ણાટક ભાજપના ધારાસભ્યોના ગુરગ્રામમાં ધામા, કોંગ્રેસ-જેડીયુના ૧૩ MLA ગાયબ

બેંગલુરુ: વિધાનસભા ચૂંટણીના લગભગ સાત મહિના બાદ કર્ણાટકમાં ફરી એક વખત સત્તાનું નાટક શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ…

22 hours ago

દુબઈના શાસકની ગુમ પુત્રીને સોંપવાના બદલામાં ભારતને મળ્યો મિશેલઃ રિપોર્ટ

લંડન: અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના આરોપી ક્રિિશ્ચયન મિશેલના પ્રત્યર્પણની અવેજીમાં ભારતે સંયુક્ત આરબ અમિરાતના શાસકને તેમની ગુમ થયેલી પુત્રી સોંપવી…

22 hours ago

ખોટા રન-વેના કારણે ઈરાનમાં સેનાનું કાર્ગો પ્લેન ક્રેશ થયુંઃ 15નાં મોત

તહેરાન: ઈરાનની રાજધાની તહેરાન પાસે સેનાનું એક કાર્ગો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં લગભગ ૧૦ લોકો સવાર હતા.…

22 hours ago

કમુરતાં પૂરાંઃ આજથી હવે લગ્નની સિઝન પુરબહારમાં

અમદાવાદ: હિંદુ સમુદાયમાં લગ્ન સહિતનાં શુભ કાર્ય માટે વર્જિત ગણવામાં આવતાં કમુરતાં ગઇ કાલે ૧૪ જાન્યુઆરીએ હવે પૂરાં થયાં છે.…

23 hours ago