કંબાલાને કર્ણાટક વિધાનસભાની સર્વાનુમતે મંજુરી : પેટાએ ટીકા કરી

નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભા દ્વારા પારંપારિક ભેંસો દોડાવવાની સ્પર્ધા કંબાલાને મંજુરી આપવા માટેનું વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. સામાજીક દબાણ અને અગાઉ કર્ણાટકમાં થયેલ જલીકટ્ટુ વિવાદનાં પગલે દબાણ હેઠળ કર્ણાટક વિધાનસભા દ્વારા કંબાલાને મંજુરી આપી દેવામાં આવી હતી.

જો કે આ મંજુરી બાદ પ્રાણીઓનાં અધિકારો સાથે જોડાયેલી સંસ્થા પેટા દ્વારા તેને એક પ્રકારની ક્રુરતાને મંજુરી આપવી તે ભારત માટે શરમજનક ગણાવ્યું હતું. પેટાએ કહ્યું કે પશુ અધિકારો પ્રત્યે સન્માન માટે સમગ્ર વિશ્વમાં તે ભારતની પ્રશંસા કરે છે જો કે આ નિર્ણયથી ભારત પર કાળો ડાઘ લાગ્યો છે.

જ્યારે બીજા દેશો સર્કસમાં ખૂંટીયાના ઉપયોગ અને લડાઇ સહિતની ક્રૂરતાની વિરુદ્ધ લડી રહ્યા છે ત્યારે પહેલાથી પ્રાણી પ્રેમી તરીકેની છાપ ધરાવતા ભારતનું આ પગલુ ચિંતાજનક છે.

પેટા ઇન્ડિયાનાં મુખ્ય કાર્યકારી અધિકારી પૂર્વા જોશીપુરાએ કહ્યું કે,પ્રાણીઓ પર આ પ્રકારની ક્રૂરતાની પરવાનગી આપવી તે આપણા દેશ માટે શરમજનક બાબત છે. લોકોનાં દબાણમાં તલિમનાડુ સરકાર દ્વારા જલીકટ્ટુને પરવાનગી આપવાની પૃષ્ટભુમિમાં કર્ણાટક વિધાનસભામાં આજે ભેંસોને દોડાવવાની કંબાલા અને બળદગાડા દોડાવવાની સ્પર્ધાને કાયદેસર બનાવી દીધી છે. વિધાનસભાનાં તમામ સભ્યોએ મંજુરી આપી હતી.

You might also like