કર્ણાટક: વિધાનસભા સ્પીકર પદ માટે BJP-CONGRESS એ દાખલ કર્યો નોમિનેશન પત્ર

કર્ણાટકમાં સરકાર બનાવવાથી ચુક્યા બાદ ભારતીય જનતા પાર્ટી હજુ પણ શક્રિય છે. તે દરેક પગલે એક નવો દાવ રમવા માટે તૈયાર છે. આ ક્રમમાં ભાજપના ધારાસભ્ય સુરેશ કુમારે ગુરૂવારે વિધાનસભા સ્પીકર પદ માટે નોમિનેશન પત્ર દાખલ કરી દીધો છે. આ દરમ્યાન તેમની સાથે પાર્ટીના નેતા વી સુનીલ અને અશ્વથ નારાયણ પણ હાજર રહ્યા. ત્યારે, કોંગ્રેસના કેઆર રમેશ કુમારે પણ વિધાનસભા સ્પીકરપદ માટે નોમિનેશન પત્ર દાખલ કર્યો છે. આ સમયે ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વર, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પાર્ટી અન્ય નેતા હાજર રહ્યા હતા.

સામાન્ય રીતે જોવા મળ્યુ છે કે સત્તાપક્ષને જ સ્પીકરનું પદ મળે છે. કેમકે સદનની બહુમત તે પાર્ટી પાસે હોય છે. અહીં, રાજકીય વિશેષજ્ઞોનું અનુમાન છે કે જે રીતે જે રીતે કોંગ્રેસે ગઠબંધનથી સરકાર બનાવી છે. તેનાથી લાગે છે કે આગામી સમયમાં એચડી કુમારસ્વામીના સફરમાં મુશ્કેલી આવતી રહેશે. કેમકે તેમણે ફક્ત સીએમ પદ માટે પોતાનો દાવ રમ્યો છે. હવે તેમનો દાવ ક્યા સુધી સફળ રહે છે તે તો જોવું રહ્યુ.

કર્ણાટકની 224 વિધાનસભા સીટોમાંથી 222 સીટો પર થયેલી ચુંટણીમાં કોઈ એક પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યો નથી, અહીં ભાજપને 104, કોંગ્રેસને 78 તેમજ જેડીએસને 38 સીટો અને અન્યને 2 સીટો મળી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ પાસે જરૂરી બહુમતી ન હોવાના કારણે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ 19 મે ની સાંજે શક્તિ પરીક્ષણ પહેલા જ રાજીનામુ આપી દિધુ હતુ, ત્યાર બાદ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના નેતા કુમારસ્વામીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ. તેમણે બુધવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલે કુમારસ્વામીને પણ બહુમત સાબિત કરવા માટે 15 દિવસ આપ્યા હતા.

You might also like