કર્ણ શર્માના ઘર પર હુમલોઃ તોડફોડ કરીને ફાયરિંગ કરાયું

મેરઠઃ ટીમ ઇન્ડિયાના ખેલાડી કર્ણ શર્માના ઘર પર ગત બુધવારની રાતે તોડફોડ અને ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. કર્ણ શર્મા મેરઠમાં રહે છે અને તેના ઘરની બહારના હિસ્સામાં રાખવામાં આવેલા માલસામાનની તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડર ફેલાવવા માટે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આરોપ છે કે પડોશમાં રહેતા ઠેકેદાર રાહુલ ગુપ્તા અને તેના કેટલાક સાથીઓએ આ હુમલો કરાવ્યો છે. કર્ણ શર્માના પિતાએ કંકરખેડા થાણામાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઠેકેદારની ધરપકડ કરી છે. કર્ણના ઘરની બાજુમાં રાહુલ ગુપ્તાનું મકાન છે.

બંનેના ઘરની એક જ દીવાલ છે. અહેવાલો અનુસાર કર્ણના પરિવારે આ દીવાલ પર કેટલીક વસ્તુઓ રાખી હતી, જેના કારણે બંને ઘર વચ્ચે ઝઘડો થયો. એ વખતે આ ઘટના સર્જાઈ તે સમયે કર્ણ ઘેર નહોતો.

You might also like