કર્મના સિદ્ધાંત મુજબ પ્રાપ્ત થાય છે સુખ દુઃખ

કર્મ વિશે આપણે બધા જ જાણીએ અને સાંભળીએ છીએ પણ તેનો સાચો અર્થ બહુ ઓછા લોકો જાણે છે. કર્મનો અર્થ છે આપણી આત્માની યાદો. કર્મનો સંબંધ આપણા પાછલા જન્મનાં કર્મોથી હોય છે, જેનું ફળ આપણને વર્તમાન જન્મમાં મળે છે. આપણા પૂર્વ જન્મનાં કર્મો અને કાર્યોને કારણે આપણા જીવનનો રસ્તો નક્કી થાય છે.

આપણે જે શરૂ કર્યું છે, તે આપણે પૂરું કરવાનું જ છે, આજ છે કર્મનો અર્થ. પાછલા જન્મમાં આપણે જે કામ અધૂરાં મુક્યાં હતાં તે કામો કોઈને કોઈ રૂપે આ જન્મમાં પૂરાં કરવા જ પડે છે. તે જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે મુશ્કેલીઓ, કામમાં અડચણો અને મુસીબતોનો સામનો કરવો પડે છે. જો તમે તમારા જીવનમાં કોઈ વ્યક્તિને ખૂબ જ નફરત કરો છો અથવા તમારે વધુ મહેનત કરવી પડે છે અથવા વધુ દુઃખો ભોગવવાં પડે છે તો તે બધુ તમારા પાછલાં જન્મોનાં ખરાબ કર્મોનું ફળ હોઈ શકે છે.

સારાં અને ખરાબ કર્મો આશ્ચર્યની વાત એ છે કે, આપણે આપણા પાછલા જન્મોના સારા અને ખરાબ કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. કર્મને સમજવા માટે પાછલા જન્મોની ઘટનાઓ અને પાસાને સમજવા પડશે. જો સારું કર્મ કરશો.

કર્મથી પીછો છોડાવી શકાતો નથી પાછલા, વર્તમાન અને આગલા દરેક જન્મમાં તમારાં કર્મો તમારી સાથે જાય છે. તમે ક્યારેય પોતાના કર્મોનો પીછો છોડાવી શકતા નથી. તમારે તમારા કર્મોનો બોજો ઉઠાવવો જ પડે છે. કેટલાક લોકોને તો પોતાના કર્મોને લાંબા સમય સુધી ભાેગવવાં પડે છે.

માતા, પિતા, ભાઈ બહેન, મિત્ર અને જીવનસાથી તમારા જીવનના આ તમામ સંબંધો અને લોકો કોઈને કોઈ કારણે તમારી પાસે આવે છે. તેમને નિયતિને આધારે તમારા જીવનમાં મોકલવામાં આવે છે. તમે તેમને તોડવા ઈચ્છો તો કર્મ વચ્ચે આવી જાય છે અને તમે ચાહો તો પણ તેમને છોડી શકતા નથી.

કર્મનો સામનો જરૂરી નથી કે તમે યોજના પ્રમાણે કર્મ કરો. તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ અને કામો આવે છે, તેને કરતા રહેવું અને મુશ્કેલીઓને ઉકેલતાં રહેવું જ તમારું કર્મ છે. દરેક વ્યક્તિની તમારા જીવનમાં મહત્વની ભૂમિકા હોય છે. તેઓ તમારા જીવનમાં કેમ આવે છે, શું શીખવવા આવે છે, તેઓ તમારી સાથે શા માટે છે, આ બધુ જ કર્મ પર આધાર રાખે છે. આ વ્યક્તિઓ સાથે તમારા સારા અને ખરાબ કર્મો જોડાયેલાં હોય છે.

જે કરો છો તે ભરો છો. તમારી આસપાસ ચાલતી વસ્તુઓ કર્મ નથી. કર્મ માત્ર નકારાત્મક વસ્તુ નથી. તે સકારાત્મક અને સત્કર્મ પણ હોય છે. જો તમે તમારાં પાછલાં જન્મમાં કોઈ વસ્તુની ચોરી કરી છે તો તમારે તમારાં આવનારાં જન્મમાં તેની ભરપાઈ કરવી જ પડશે. પણ જો તમે પાછલાં જન્મમાં કોઈનું ભલું કર્યું છે તો તમને તમારી સારાઈનું ફળ જરૂર મળશે.

કર્મ પોતાનો રસ્તો શોધી જ લે છે. પાછલાં જન્મમાં કરેલું કોઈ કર્મ તમારા વર્તમાન જન્મમાં કોઈને કોઈ રીતે સામે આવી જ જાય છે. તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં જે પણ થઈ રહ્યું છે તે પાછલા જન્મનાં સારાં કે ખરાબ કર્મોનું જ ફળ છે. તમે જે પણ કર્યુ છે તે આજે નહીં તો કાલે તમારી સામે આવવાનું છે, તેને કોઈ રોકી શકવાનું નથી. સારું કે ખરાબ કર્મનું ફળ તમારે ક્યારેક તો ભોગવવાનું છે, તે આપોઆપ સમય આવતા નક્કી થઈ જ જાય છે.

ઘણી વાર આપણા પુનર્જન્મનું ફળ આપણને વર્તમાનમાં મળે છે. બને કે આ જન્મમાં જે તમારી માતા છે તે પાછલા જન્મમાં તમારી દીકરી હોય, આવનારા જન્મમાં આ લોકોનો તમારી સાથે સંબંધ બદલાઈ જાય છે. લિંગ પરિવર્તન પણ શક્ય છે. કર્મને આધારે જ તમારો આવનારો જન્મ નક્કી થાય છે. કર્મ એક પ્રક્રિયા છે જે આપણા જીવન અને જન્મ પર હંમેશાં જોડાયેલી રહે છે.

આપણે જે કરીએ છીએ અને જે કહીએ છીએ તે આગળ ચાલી આપણી સામે જરૂર આવે છે. પોતાની ભૂલોથી શીખવું જોઈએ અને તે તમારાં કર્મોને સુધારે છે. કર્મ તમારા જીવનની દશા બદલી શકે છે. એક જ વ્યક્તિ એક જ ભૂલ વારંવાર શા માટે કરે છે ? કર્મને કારણે જ તમે એક જ ભૂલને વાંરવાર કર્યા કરો છો, જ્યાં સુધી તમે તેને સુધારી ન લો અથવા સુધારવાની સમજ ન કેળવી લો.

તેથી જ દરેક વ્યક્તિએ આત્મ નિરીક્ષણ જરૂર કરવું જોઈએ. તમને તમારી ભૂલો, નબળાઈઓ અને મુશ્કેલીઓનું જાતે જ વિશ્લેષણ કરવું જોઈએ. આ અત્યંત મુશ્કેલ કામ છે પણ તે કરવું જરૂરી છે. જ્યાં સુધી તમે તમારામાં ફેરફાર નહીં લાવો ત્યાં સુધી તમે બહાર કંઈ જ બદલી શકશો નહીં. તમારાં સત્કર્મોથી જ તમે કર્મનાં ચક્ર અને બંધનમાંથી મુક્તિ મેળવી શકશો.•

You might also like