અભિનેત્રી કરિશ્મા કપૂરે બાળકોની કસ્ટડીની વિનંતીનો વિરોધ કર્યો

મુંબઈ: એકટ્રેસ કરિશ્મા કપૂરના છુટાછેડાના કેસમાં ગઇકાલે બાળકના કબજા માટેની પતિ સંજય કપૂરની અરજી સામે કરિશ્માની વકીલ ક્રાન્તિ સાંઠેએ વિરોધ કર્યો હતો. સંતાનોની કસ્ટડી માટેની અરજી પરની દલીલોની સુનાવણી માટે કોર્ટે આગામી તારીખ ત્રીજી માર્ચ નિર્ધારિત કરી હતી. સફેદ ઝભ્ભા અને કાળા પેન્ટના સાદા ડ્રેસમાં સજ્જ કરિશ્મા મેનેજર અને વકીલ સાથે બાંદરા ફેમિલી કોર્ટમાં સવારે ૧૧.૪પ વાગ્યે પહોંચી હતી.

સુનાવણી શરૂ થયા પછી આગલી સુનાવણી દરમ્યાન સંજયે કરેલી બાળકોની ઇન્ટરિમ કસ્ટડી માટેની અરજીના જવાબમાં કરિશ્માની વકીલ ક્રાન્તિ સાઠેએ વિરોધ દર્શાવ્યો હતો. સંજયે કરિશ્મા તેની પાસેથી નાણાં મેળવવાના હથિયાર રૂપે બાળકોનો કબજો માગતો હોવાનો દાવો કર્યો છે. તેના બીમાર પિતાને પણ બાળકોને મળવા જેવા દેતી નહીં હોવાનું સંજયે જણાવ્યું હતું.

ગઇકાલની સુનાવણીમાં કરિશ્માં તેના વકીલ સહિત હાજર હતી અને સંજયની ગેરહાજરીમાં તેની વકીલ હીર કરમનચંદાનીએ દલીલો કરી હતી. કેસમાં આગળ શું બન્યુ? એવા મીડિયાના સવાલના જવાબમાં કરમચંદાનીએ નો કમેન્ટસ એટલું જ કહ્યું હતું.

પતિ સંજય કપૂરની છુટાછેડા માંગતી અરજીનો જવાબ હજી કરિશ્માએ ફાઇલ કર્યો નથી. ત્રીજી માર્ચે સુનાવણી દરમ્યાન બાળકોની ઇન્ટરિમ કસ્ટડી બાબતે કરિશ્મા વતી કાન્તિ સાઠેએ આપેલા જવાબ સામે સંજયની પ્રતિક્રિયાનું સ્ટેટમેન્ટ રજૂ કરવામાં આવશે. એ દિવસે કરિશ્માના વકીલ કેસની સુનાવણી ઇન કેમેરા હાથ ધરવાની માંગણી કરતી અરજી પણ કોર્ટમાં રજૂ કરશે. સેલિબ્રિટીનો કેસ હોવાથી જો એ માંગણી મંજૂર કરવામાં આવે તો કેસને સંબંધિત વ્યકિતઓ સિવાય અન્ય કોઇ પણ સુનાવણીમાં હાજર રહી નહીં શકે.

You might also like