કરિશ્માના રૂમમાંથી પોલીસને વધુ એક ચિઠ્ઠી મળી આવી

અમદાવાદ: શહેરની ખાનગી ટીવી ચેનલની એન્કર કરિશ્મા ભટ્ટના આત્મહત્યા કેસમાં પોલીસે કરિશ્માના રૂમની ગઈ કાલે તપાસ કરતાં વધુ એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં કરિશ્માએ ‘કરવા ચોથને િદવસે મળ્યા. આપણે આખો દિવસસાથે રહ્યાં તેમજ જીવનમાં તમે મને સ્થાન આપ્યું.’ વગેરેનો ઉલ્લેખ કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોડકદેવ પ્રિન્સ એપાર્ટમેન્ટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી અને ખાનગી ચેનલમાં ટીવી એન્કર તરીકે કામ કરતી કરિશ્મા ભટ્ટે પોતાના રૂમમાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને તેમના રૂમમાંથી છ ચિઠ્ઠીઓ મળી હતી. જેમાં એક ચિઠ્ઠીમાં દર્શિલ નામના યુવકનો ઉલ્લેખ હોઈ પોલીસે તેની પૂછપરછ કરી હતી.

પોલીસની પૂછપરછમાં દર્શિલે પોલીસને જણાવ્યું હતું કે તેઓ એક ટેલિ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન મળ્યાં હતાં અને બંને વચ્ચે મુલાકાતો થતી હતી. દરમિયાનમાં પોલીસે ગઈ કાલે તેના રૂમમાં તપાસ કરતાં વધુ એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં કરિશ્માએ કરવા ચોથને િદવસે તેઓ મળ્યાં. આખો િદવસ સાથે રહ્યા તેનો તેને આનંદ થયો ઉપરાંત તેને દર્શિલે તેના જીવનમાં સ્થાન આપ્યું તેવું કહી અને જીવનમાં વફાદાર રહી તેમ જણાવ્યું હતું. પોલીસે આ ચિઠ્ઠી કબજે લીધી છે.

હાલમાં પોલીસે લેપટોપની તપાસ કરતાં તેઓનાં ગ્રૂપમાં ફોટોગ્રાફ્સ મળ્યા છે. કોઈ અંગત કે બંનેના ફોટાઓ મળ્યા નથી. દર્શિલના બે મોબાઈલ કરિશ્માનો મોબાઈલ અને લેપટોપ હાલ પોલીસલે એફએસએલમાં મોકલ્યા છે. અા કેસમાં વસ્ત્રાપુર પોલીસ અાજે કરિશ્માના માતા-પિતાનું નિવેદન લેવા માટે ગોંડલ જશે અને તેના માતા-પિતાના નિવેદન લઈ અને તેઓની પુછપરછ પણ હાથ ધરવામાં અાવશે. ઉપરાંત કરિશ્માની સાથે પેઈંગગેસ્ટમાં રહેતી અન્ય એક યુવતી હાલમાં બહાર ગામ ગઈ હોય તેનું નિવેદન લેવાનું બાકી હોઈ ટૂંક સમયમાં તેનું પણ નિવેદન લેવામાં અાવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like