બે દિવસના તૈમુર સાથે કરીના આવી ઘરે, આપ્યો મીડિયા પોઝ

મુંબઇઃ કરીના કપૂર ખાને 20 ડિસેમ્બરે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તૈમૂરને જન્મ આપ્યો હતો. ત્યારે ગઇ કાલે તેને ડિસ્ચાર્જ આપાવામાં આવ્યો હતો છે. કરીના તેના બે દિવસના પુત્ર અને સૈફ અલી ખાન સાથે તેના ફોર્ચુન હાઇટ્સ નિવાસ્થાને ગઇ હતી. જ્યાં સૈફ અને કરીનાએ પુત્ર તૈમુર સાથે મીડિયાને પોઝ આપ્યો હતો. પુત્ર આગમનથી સૈફ અને કરીના બંને ખૂબ જ ખુશ દેખાઇ રહ્યાં હતા.

karina1ઉલ્લેખનિય છે કે મંગળવારે સવારે ૭.૩૦ કલાકે કરીનાએ પુત્ર તૈમૂરને જન્મ આપ્યો. ત્યારબાદ તેને મળવા ઘણા ખાન અને કપૂર પરિવાર સહિત બોલિવુડ જગતની અનેક હસ્તીઓ હોસ્પિટલ ગઇ હતી. . શર્મિલા ટાગોર, સોહા અલી ખાન, સબા અલી ખાન, કુણાલ ખેમુ, માતા બબીતા, પિતા રણધીર અને કરિશ્મા કપૂર તેમાં સામેલ હતાં. મલાઈકા અરોરા ખાન અને રિયા કપૂર પણ હોસ્પિટલ પહોંચ્યાં હતાં.

સૈફ અલી ખાનનાં ૧૬ ઓક્ટોબર, ૨૦૧૨એ ૧૦ વર્ષ નાની કરીના કપૂર સાથે બીજાં લગ્ન થયાં. તેની પહેલી પત્ની અમૃતા સિંહ હતી. કરીનાનું અફેર લાંબા સમય સુધી શાહિદ કપૂર સાથે ચાલ્યું હતું, પરંતુ શાહિદ સાથેના બ્રેકઅપ બાદ સૈફ સાથે તેના સંબંધો વધ્યા હતા. બાદમાં બંનેએ લગ્ન કરી લીધાં.

home

You might also like