કારગિલ વિજય દિવસઃ શહિદોને શ્રદ્ધાંજલિ આપી રક્ષામંત્રીએ, પીએમએ કર્યું ટવિટ

નવી દિલ્હીઃ આજે 17મો કારગિલ વિજય દિવસ છે. આ પ્રસંગે અલગ અલગ શહેરોમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દ્રાસના વોર મેમોરિયલ સમેત અનેક જગ્યાઓ પર શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવિટર પર શહીદ જવાનોને નમન કર્યું છે.

પ્રધાનમંત્રી રક્ષામંત્રી મનોહર પર્રિકર, થળસેના પ્રમુખ દલવીર સિંહ સુહાગ, નૌસેના પ્રમુખ સુનીલ લાંબા અને વાયુસેના પ્રમુખ અરૂપ રાહાએ ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ પર જઇને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ પણ ટવીટ કરીને લખ્યું છે કે કારગિલ વિજય દિવસ પર હું તે વિર સૈનિકો આગળ શિશ નમાવું છું, જેમને અંતિમ શ્વાસ સુધી ભારત માટે લડત આપી. તેમનું વિરબલીદાન આપણને પ્રેરિત કરે છે. રક્ષામંત્ર મનોહર પર્રિકર અને કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ ટવિટર પર જવાનોના બલિદાનને સલામી આપી છે.

ગઇકાલે દ્રાસમાં મોટી સંખ્યામાં લોકોએ કેન્ડલ પ્રગટાવીને જવાનોની શહિદેને યાદ કરી હતી. આર્મીચીફ જનરલ દલજીત સિંહ સુહાગને આ પ્રસંગે ભારતીય સેના કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે. તેમ જણાવ્યું હતું. સાથે જ કારગિલ શહીદોને શ્રદ્ધાંજલી અર્પિત કર્યા પછી શહિદના પરિજનોને પણ મળ્યા હતા.

ઉલ્લેખનિય છે કે વર્ષ 1999માં ભારતીય સેનાએ કારગિલમાં પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતની જમીન પરથી બહાર કાઢ્યા હતા. તે સમયે 530 ભારતીય સપૂતોએ પોતાના પ્રાણ ભારત માટે આપ્યા હતા. આ ઓપરેશનને “ઓપરેશન વિજય”નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે વીર સૈનિકોની કુર્બાની અને આપણી જીતને “વિજય દિવસ” તરીકે મનાવવામાં આવે છે.

You might also like