બેબો અને બાબા તૈમૂરનો જન્મ એક જ ડોક્ટરના હસ્તે

મુંબઇઃ બોલીવુડ સેલિબ્રીટી જોઇ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બેબી બોય તૈમૂર અલી ખાન પટોળીના માતા-પિતા બની ગયા છે. કરીનાએ બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં પોતાના પુત્રને જન્મ આપ્યો છે. ત્યારે સૌથી રસપ્રદ વાત એ છે કે કરીનાનો જન્મ જે ડોક્ટરના હસ્તે થયો હતો તે જ ડોક્ટરના હસ્તે તેના પુત્રનો પણ જન્મ થયો છે.

ડોક્ટર રૂસ્તમ સોનાવાલા પદ્મશ્રી એવોર્ડ વિનર છે. કરીના કપૂર ખાન પ્રેગ્નેન્સી પીરિયડ દરમ્યાન રૂસ્તમ સોનાવાલા સાથે પોતાની ટ્રિટમેન્ટ લઇ રહી હતી. કરીના કપૂરની માતાની ડિલીવરી પણ આ ડોક્ટરે જ કરી હતી. કરીનાનો જન્મ 21 ડિસેમ્બર 1980માં થયો હતો.

પદ્મશ્રી ડોક્ટર રૂસ્તમ સોનાવાલા 87 વર્ષના છે અને તેમણે 1948થી પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમણે ઇંટ્રા યૂટેનિલ કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇઝ બનાવ્યું છે અને તેના માટે 1991માં તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. ડોક્ટર સોનાવાલાએ બચ્ચન ફેમિલી ઉપરાંત શાહરૂખ ખાનની પત્ની ગૌરી અને નીતૂ કપૂરની પણ ડિલીવરી કરી હતી.

home

You might also like