પ્રેગનેન્સી હોવા છતા ઓગસ્ટમાં કામ શરૂ કરશે કરીના

ફિલ્મ નિર્માતા રિયા કપૂરએ એ અફવાઓનું ખંડન કર્યુ, જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘વીર દી વેડિંગ’ના શૂટિંગમાં મોડું કરીના કપૂર ખાનની પ્રેગનેન્સીના કારણે થયું છે. તેને જણાવ્યું કે કરીના ઓગસ્ટમાં શૂટિંગ શરૂ કરશે.

કરીના અને સેફઅલી ખાન ડિસેમ્બરમાં તેમના પહેલા બાળકનું સ્વાગત કરશે. ત્યારે રિયાએ કહ્યું કે તે પૂરી રીતે વ્યાવસાયિક ‘ઉડતા પંજાબની અભિનેત્રી ઓગસ્ટમાં ફિલ્મના શૂટિંગની શરૂઆત કરશે.’

રિયાએ કહ્યું કે, ”એક્તા કપૂર અને હું, અમારા પરિવાર અને કંપનીઓ સાથે કરીના અને સેફ માટે ઘણા ખુશ છીએ. અમે આ વિશેષ યાત્રા માટે ઘણા ઉત્સાહી છીએ.”

તેમને કહ્યું કે કરિના કપૂર પૂરી રીતે વ્યાવસાયિક છે અને તે ઓગસ્ટમાં શૂટિંગ શરૂ કરશે.

‘વીર દી વેડિંગ’માં સોનમ કપૂર, સ્વરા ભાસ્કરા અને શિખા તલસાનિયા મહત્વની ભૂમિકામાં છે. રિયા અને એક્તા કપૂર આના નિર્માતા છે.

You might also like