કરીના જલ્દી કરશે આ ફિલ્મનું શૂટિંગ

મુંબઇઃ અભિનેત્રી કરીના કપૂરના ફેન્સ માટે એક સારા સમાચાર છે. સૂત્રોનુ માનીએ તો જલ્દી કરીના પોતાની આગામી ફિલ્મ ‘વીર દી વેડિંગ’નું શૂટિંગ શરૂ કરવાની છે. પ્રેગ્નેન્સી દરમ્યા પણ તે ફિલ્મના સેટ પર જતી હતી. મળતી માહિતી મુજબ કરીના ‘વીર દી વેડિંગ’નું શૂટિંગ મે મહિનાથી શરૂ કરી દેશે. ફિલ્મમાં કરીના ઉપરાંત સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણીયા મુખ્ય ભૂમિકામાં છે.

હાલ કરીને પોતાના ફિગર પર ધ્યાન આપી રહી છે. કરીના ફેબ્રુઆરીમાં તેની ફિટનેસ અને ડાયેટ પર કામ કરશે. જો કે કરીના આ ફિલ્મમાં જીરો ફિગરમાં જોવા નહીં મળે.

http://sambhaavnews.com/

You might also like