આજે પણ કંઈ બદલાયું નથીઃ કરીના કપૂર

ફિલ્મ ‘કી એન્ડ કા’માં વ‌િર્કંગ અને કરિયર ઓરિયેન્ટેડ વુમનનું પાત્ર ભજવ્યા બાદ કરીના કપૂર ખાન હવે તેની આગામી ફિલ્મ ‘ઊડતા પંજાબ’માં એક નવા અંદાજમાં જોવા મળશે. તાજેતરમાં આ ફિલ્મનો ફર્સ્ટ લુક બહાર આવ્યો. કરીના કપૂર ખાન ડોક્ટરની ભૂમિકામાં જોવા મળી. ‘ઊડતા પંજાબ’ની કહાણી પંજાબમાં ડ્રગ્સના બિઝનેસની આસપાસ ફરે છે. ચાર વર્ષના લંાબા રિસર્ચ બાદ અભિષેક ચૌબેએ આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મની દિલચસ્પ વાત એ છે કે ‘જબ વી મેટ’ના લાંબા ગાળા બાદ શાહિદ કપૂર અને કરીના કપૂર ખાન આ ‌ફિલ્મમાં સાથે જોવા મળશે.

શાહિદ અને કરીનાની ભૂતકાળમાં ચાલેલી લવસ્ટોરી તો સૌ જાણે જ છે. એક વાર ફરી આ બંને ફિલ્મના માધ્યમથી સામસામે આવ્યાં છે. ફિલ્મમાં બંને એકબીજાની ઓપોઝિટ નથી. બંનેનો એક પણ સીન સાથે ન હોય તેવું પણ બને, પરંતુ ફિલ્મ શૂટિંગ દરમ્યાન તો બંને મળ્યાં જ હોય તે ૧૦૦ ટકાની વાત છે. કરીનાને એવો સવાલ પુછાયો કે લાંબા સમયગાળા બાદ શાહિદ સાથે કામ કરવાનું કેવું લાગ્યું? કરીનાએ કહ્યું, ‘વર્ષો પહેલાં અમારા બંનેનો એકસાથે કામ કરવાનો જે લાજવાબ અનુભવ હતો તે આજે પણ અકબંધ છે. અમારી વચ્ચે કશું જ બદલાયું નથી.’ •

You might also like