“અક્ષય કુમારની ફિલ્મો કરતા મારા પુત્ર તૈમુરની ફિલ્મો વધારે ચાલશે!”

કરીના કપૂર ઘણી વખત તેના પુત્ર તૈમુર વિશે જાહેરમાં વાત કરતી હોય છે. તાજેતરમાં, કરિનાએ એક ઈવેન્ટમાં જણાવ્યું હતું કે તેના પુત્ર તૈમુર ખૂબ તોફાની બની રહ્યો છે.

આ વાતચીત દરમિયાન, કરીનાએ અક્ષય કુમારને મજાકમાં મજાકમાં પડકાર મુકી હતી. કરિનાએ કહ્યું, ‘અક્ષય, હું તને કહી રહી છું કે તૈમુર તમારા પર પણ ખૂબ ભારે પડશે. જો તૈમુરની કોઈ ફિલ્મ અક્ષયની ફિલ્મ સાથે રિલીઝ કરવામાં આવે તો, મારા પુત્રની ફિલ્મ અક્ષયની ફિલ્મ કરતા વધુ કમાણી કરશે.’

 

📷 @eros_now

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરિનાએ જણાવ્યું હતું કે, “લોકો આ નક્કી નથી કરી શકતા કે તેઓ મને સુપરસ્ટાર કહે અથવા દેશના સૌથી નાના સુપરસ્ટારની માતા કહે.” મીડિયામાં તૈમુરની લોકપ્રિયતા જોતાં, કરિનાએ કહ્યું, “સાતું કઉ તો, હું ગાંડી થઈ રહી છું.”

 

Why is my dad so handsome 😍 ❤❤❤❤❤❤❤❤❤❤❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરિનાએ પહેલા કહ્યું છે કે તે તૈમુરને લઈ ચિંતિત છે. તેઓ ઇચ્છે છે કે તૈમુરની બાળપણ સામાન્ય રીતે થાય. હવે તૈમુર કૅમેરાને પણ ઓળખવા લાગ્યો છે.

 

જ્યારે કરિનાને પૂછવામાં આવ્યું કે માતા બની ગયા પછી તેનું જીવન કેવી રીતે બદલાઈ ગયું છે? કરિનાએ કહ્યું, ‘મારું જીવન હવે મારું રહ્યું નથી. મારૂં હૃદય હવે મારા પુત્રમાં ધબકારા કરી રહ્યું છે. જ્યારે હું દરરોજ મારા સુંદર પુત્રને જોઉં છું, ત્યારે મારા પુત્રના નાના હાથમાં મને બધું જ મળી જાય છે. તે સમયે હું બધું જ ભૂલી જાઉં છું.”

You might also like