કરીના કપૂર ખાન પ્રેગ્નન્ટ: સૈફ સાથે લંડનના પ્રવાસે

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરાંરાજપૂત પ્રેગ્નન્ટ હોવાના સમાચાર બાદ હવે કરીના કપૂર પ્રેગ્નન્ટ હોવાના સમાચાર આવી રહ્યા છે. શાહિદ કપૂર અને મીરાં રાજપૂતની જેમ હવે કરીના કપૂર અને સૈફઅલી ખાન પણ મમ્મી-પપ્પા બનનાર છે.

અહેવાલો અનુસાર સૈફઅલી ખાન અને કરીના કપૂર હાલ રિલેક્સ થવા લંડન ગયાં છે. કરીના કપૂર ભલે એ વાત છૂપાવતી હોય કે તે મમ્મી બનનાર છે, પરંતુ આવી ખુશ ખબર લાંબો સમય છુપાયેલી રહેતી નથી. ‘સ્પોટ બોય’ના અહેવાલો અનુસાર કરીના સગર્ભા છે અને તેને ચોથો મહિનો ચાલી રહ્યો છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે બંને પતિ પત્ની રિલેક્સેશન માટે લંડનના પ્રવાસે ગયાં છે. પતિ સૈફઅલી ખાન કરીના કપૂરની ખૂબ જ કેર લઈ રહ્યો છે અને હાલ પત્ની કરીનાને સહેલગાહ કરાવી રહ્યો છે.

You might also like