કરીનાએ ‘નો કિસિંગ પોલીસી’ તોડી, અર્જૂન કપૂરને કરી કીસ

લગ્ન બાદ કરીના કપૂર ખાનએ પતિ સૈફ અલી ખાન સાથે એક ‘નો કિસિંગ પોલીસી’ કરી હતી. જે અંતર્ગત મિયા-બીબી વચ્ચે એ નક્કી થયું હતું કે બંને ઓન-સ્ક્રીન બીજા એકટર સાથે કિસિંગ સીન નહીં કરે. પરંતુ ડાયરેકટર આર બાલ્કીની ફિલ્મ ‘કી એન્ડ કા’માં કરીના કપૂર ખાને આ પોલીસી તોડી નાંખી છે. આ ફિલ્મમાં કરીનાએ પોતાના કો-સ્ટાર અર્જૂન કપૂર સાથે કિસિંગ સીન કર્યો છે. ફિલ્મનું જે પોસ્ટર હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું તેમાં કરીના અને અર્જૂન એકબીજાને કિસ કરતા કરતાં એક ટ્રોય ટેન માટે ટનલ બનવાતા જોવા મળી રહ્યાં છે. જો કે આ મોટા પડદા પર આ જોડી નવી છે. જો કે આ ફિલ્મ માટે કરીનાએ પતિને આપેલી નો કિસિંગ પોલીસીને તોડી નાંખી છે.

જો કે અમુક લોકોનું માનવું છે કે આ કિસિંગ સીન ફિલ્મના પોસ્ટર માટે એડિટ કરેલો ફોટો છે. ફોટોશોપમાં આવો ફોટો આસાનીથી બની શકે છે. પરંતુ આ પોસ્ટરને જોઇને એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ યૂનીક ફિલ્મ હશે. ફિલ્મની વાર્તા અર્જૂન અને કરીનાની વચ્ચે અનકન્વેંશન મેરિજ એગ્રીમેન્ટની આસપાસ લખાયેલી છે, જેમાં પતિ ઘર સંભાળે છે અને પત્ની ઘર ચલાવવામાં ઓફિસ જઇને કામ કરે છે. ફિલ્મમાં સર્પોટિંગ રોલમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર 15 ફેબ્રુઆરીની આસપાસ રીલીઝ કરવામાં આવશે. જ્યારે ફિલ્મ પડદાર પર 1 એપ્રિલે રિલીઝ કરાશે.

You might also like