કરીના સૈફને ત્યાં થયો દીકરાનો જન્મ, નામ રાખ્યું તૈમુર અલી ખાન

મુંબઇઃ કરીના કપૂર ખાને આજે સવારે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે. કરીના અને બેબી બોય બંનેની તબિયત સારી છે. આ અંગે ખુદ સૈફ અલી ખાને જણાવ્યું છે. સૈફ અલી ખાને જણાવ્યું છે કે તે દિકરાનો પિતા બન્યો છે. કરીના કપૂરની ડિલેવરી સમયે સૈફ અલી ખાન, શર્મિલા ટાગોર, કરીશ્મા કપૂર સહિત ખાન અને કપૂર પરિવારના તમામ સભ્યો હાજર હતા. કરણ જોહર સહિતના બોલિવુડના તમામ લોકોએ કરીનાને શુભેચ્છાઓ પાઢવી છે. જોકે હજી સુધી બાળકનો ફોટો સામે આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે કરીનાએ પ્રેગ્નેન્સીના નવ મહિના ખૂબ જ એન્જોય કર્યા છે. તે છેલ્લાં સમય સુધી એક્ટિવ હતી. જોકે ગત સપ્તાહે તેની તબિયત થોડી બગડી હતી. કરીનાને છેલ્લાં દિવસોમાં બીપીની સમસ્યા થઇ હતી. જો કે તેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે અને થોડા સમયના બ્રેક બાદ તે ફરી પાછી કમબેક કરશે તેવું જણાવ્યું છે.

home

You might also like