કરીના અને સેફના ઘરે ડિસેમ્બરમાં બંધાશે પારણું

મુંબઇઃ બોલીવુડની સુંદર એક્ટ્રેસ કરીના કપૂર અને સેફ અલી ખાનના ઘરે નવા મહેમાનનું આગમ થવાનું છે. એ વાત ખુદ સેફ અલી ખાને મીડિયા સમક્ષ કહી છે. છેલ્લાં કેટલાય સમયથી કરીના કપૂરની પ્રેગ્નેન્સીની વાતોએ જોર પકડ્યું હતું.આ અંગે કરીનાને પણ અનેક વખત મીડિયા દ્વારા સવાલો કરવામાં આવ્યાં હતાં.

હાલમાં જ એક પ્રોગ્રામમાં કરીનાને મીડિયા દ્વારા તેની પ્રેગ્નેન્સી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેનો તેણે કોઇ જ ઉત્તર આપ્યો ન હતો. ભલે કરીના પોતાના માતા બનવાની વાતને જાહેરમાં ન કહી રહી હોય પરંતુ પતિ સેફ અલી ખાને પિતા બનવાની ખુશીને વ્યક્ત કરતા સાથે મીડિયા સમક્ષ આ શુભ સમાચાર આપ્યા છે.

હાલમાં જ સેફ અલી ખાને જણાવ્યું છે કે તે અને તેની પત્ની ડિસેમ્બરમાં તેમનાં પહેલાં સંતાનના માતા-પિતા બનવા જઇ રહ્યાં છે. તમને જણાવી દઇએ કે કરીના સેફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સેફ અલી ખાનને એક પુત્ર અને એક પુત્રી છે. ત્યારે સેફ અલી ખાન હવે ત્રીજી વખત પિતા બનવા જઇ રહ્યો છે. જ્યારે કરીના પ્રથમ વખત માતા બનવા જઇ રહી છે.

You might also like