ડિલેવરી માટે લંડન ગઇ કરીના, ત્યાં જન્મે આપશે બાળકને

મુંબઇઃ કરીના કપૂર ખાને તેની પ્રેગ્નેન્સીના 9 મહિના ખૂબ જ એન્જોય કર્યા છે. કરીનાની ડ્યુટ ડેટ નજીક આવી રહી છે. 20 ડિસેમ્બર તેની ડ્યુટેડ છે. ત્યારે પોતાના બાળકને જન્મ આપવા માટે કરીના લંડન જતી રહી છે. કરીનાએ પ્રેગ્રેન્સીના નવ મહિના દરમ્યાન પોતાના કામમાંથી બ્રેક લીધો ન હતો. સાથે જ તેણે દરેક પાર્ટી અને ઇવેન્ટને ઇન્જોય કરી છે. ત્યારે લંડન જતા પહેલાં પણ તેણે તેની બહેન અને ફ્રેન્ડ સાથે લંચ લીધું છે. પહેલાં પણ એવા સમાચાર વહેતા થયા હતા કે કરીના પોતાની ડિલીવરી લંડનમાં કરાવવાની છે. ત્યારે લંડન જતા પહેલા તેણે પ્રેગ્નેન્સી પહેલાનું  લાસ્ટ આઉટીંગ પોતાની બહેન કરીના અને ફ્રેન્ડ્સ સાથે ઇન્જોય કર્યું છે.

થોડા દિવસ પહેલાં જ કરીનાની તબિયત બગડી હતી. જેને કારણે સૈફે ઘરમાં જ ડોક્ટરોની ટીમ તહેનાત કરી દીધી હતી. જો કે ગઇ કાલે જ મીડિયામાં કરીનાના તેના ફ્રેન્ડ્સ સાથે આઉટિંગના ફોટા ક્લિક થયા છે. કરીના સ્ટાઇલિશ ડેનિંમ શર્ટ અને લેગિંસમાં એકદમ સુંદર લાગી રહી હતી. તેને જોઇને લાગી રહ્યું હતું કે તેની તબિયત હવે સારી થઇ ગઇ છે. હવે કરીના કોઇ પણ સમયે બાળકને જન્મ આપી શકે છે. ત્યારે પ્રેગ્નેન્સીની દરેક ક્ષણોને કરીના માંણી રહી છે.

home

You might also like